અમેરિકામાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત
વોશિંગ્ટન, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) વોશિંગ્ટન ડીસીમાં શનિવાર સાંજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલા વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન કાર્યક્રમ સ્થળની બહાર ગોળીબાર થવાથી અફરાતફરી મચી ગઈ હતી. સિક્રેટ સર્વિસના એજન્ટો કાર્યક્રમ સ્થળ
ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) વોશિંગ્ટન ડીસીમાં શનિવાર સાંજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલા વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન કાર્યક્રમ સ્થળની બહાર ગોળીબાર થવાથી અફરાતફરી મચી ગઈ હતી. સિક્રેટ સર્વિસના એજન્ટો કાર્યક્રમ સ્થળ પરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત બહાર કાઢી ગયા હતા. ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ગોળીબારમાં એક એજન્ટ ઘાયલ થયો હતો. ડિનરનું આયોજન વોશિંગ્ટન હિલ્ટન હોટલના બોલરૂમમાં કરવામાં આવ્યું હતું.

સીબીએસ ન્યૂઝ અને અલ જઝીરાના અહેવાલ મુજબ, ગોળીબાર થતા જ ટ્રમ્પને ત્યાંથી તરત જ બહાર કાઢવામાં આવ્યા હતા. આ વાર્ષિક મીડિયા કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ બોલરૂમ પહોંચી ગયા હતા. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસથી પત્રકાર પરિષદ યોજશે. ટ્રમ્પે લખ્યું, તેઓ, પ્રથમ મહિલા, ઉપરાષ્ટ્રપતિ અને કેબિનેટના તમામ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. મેં આ કાર્યક્રમના પ્રભારી તમામ પ્રતિનિધિઓ સાથે વાત કરી છે. ડિનરનું આયોજન 30 દિવસની અંદર ફરીથી કરવામાં આવશે.

ટ્રમ્પે સિક્રેટ સર્વિસના એજન્ટો અને કાયદા અમલીકરણ એજન્સીઓની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ બધા બહાદુર છે. તેમણે જણાવ્યું કે, હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પરથી મળેલા ફૂટેજમાં જોવા મળે છે કે ગોળીઓનો અવાજ સાંભળ્યા બાદ ટ્રમ્પ અને ત્યાં હાજર લોકો પોતાની ટેબલ પાછળ છુપાઈ ગયા હતા. આ દરમિયાન લોકો બૂમો પાડી રહ્યા હતા, નીચે નમી જાઓ. ત્યારબાદ સિક્રેટ સર્વિસના એજન્ટો ટ્રમ્પને ઝડપથી ઘટનાસ્થળથી દૂર લઈ ગયા હતા. ત્યારબાદ એજન્ટોએ કાર્યક્રમ સ્થળને ચારે બાજુથી ઘેરી લીધું હતું.

ડિનારમાં આમંત્રિત અલ જઝીરાના પત્રકાર ક્રિસ શેરિડને જણાવ્યું હતું કે, તેમણે બોલરૂમની બહાર ગોળીબારના પાંચ અવાજો સાંભળ્યા હતા. અમે તરત જ જમીન પર સૂઈ ગયા. ગોળીબાર બરાબર મારી પાછળ થયો હતો. ગોળી બોલરૂમના પ્રવેશદ્વારના દરવાજા પાછળ ચાલી હતી. આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના રાત્રે લગભગ 8:30 વાગ્યે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યારે વ્હાઇટ હાઉસમાં છે.

રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, તેઓ પત્રકાર પરિષદ યોજશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પુષ્ટિ કરી કે ટ્રમ્પ બ્રીફિંગ રૂમમાંથી જ સંબોધન કરશે. સૂત્રોએ જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિએ કુલ પાંચથી આઠ ગોળીઓ ચલાવી હતી. શંકાસ્પદ બંદૂકધારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરના અધ્યક્ષ અને સીબીએસ ન્યૂઝના પત્રકાર વેઈઝિયા જિયાંગે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેઓ પત્રકાર પરિષદ યોજવાના છે. તેમણે કહ્યું કે, ભગવાનનો આભાર કે આપણે બધા સુરક્ષિત છીએ. આજે રાત્રે એકસાથે આવવા બદલ આપ સૌનો આભાર. આપણે ફરી મળીશું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande