નેપાળના ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ, શંખ ઘોષ અને સ્વસ્તિ વચન સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કાઠમંડુ, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) નેપાળના ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ આજે સવારે પાટણ મલ્ટીપર્પઝ કેમ્પસમાં પૂજા પાઠ, શંખ ઘોષણાઓ અને શાંતિ પાઠ સાથે નવી સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. બાલેન્દ્ર સરકારે વિદ્યાર્થી સંઘોને ભંગ કરવાનો નિર્
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) નેપાળના ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ આજે સવારે પાટણ મલ્ટીપર્પઝ કેમ્પસમાં પૂજા પાઠ, શંખ ઘોષણાઓ અને શાંતિ પાઠ સાથે નવી સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. બાલેન્દ્ર સરકારે વિદ્યાર્થી સંઘોને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ સરકારના નિર્ણયને અલોકતાંત્રિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, જો વિદ્યાર્થી સંઘોને રદ કરવાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ સરકારના તાજેતરના કસ્ટમ નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે ભારતમાંથી 100 રૂપિયાથી વધુની ચીજવસ્તુઓની આયાત પર લાદવામાં આવેલી ફરજિયાત કસ્ટમ ડ્યુટી પાછી ખેંચવામાં આવે.

વિદ્યાર્થીઓએ વધતી મોંઘવારીને લઈને પણ સરકારને ઘેરી લીધી હતી અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવોને નિયંત્રિત કરવાની માંગ કરી હતી. સંયુક્ત વિદ્યાર્થી સંગઠનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો વિરોધ વધુ તીવ્ર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande