આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
પાટણ, 04 એપ્રિલ (હિ.સ.) : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણ જિલ્લાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે અને જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે. જિલ
આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી.


પાટણ, 04 એપ્રિલ (હિ.સ.) : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાટણ જિલ્લાની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ થાય છે અને જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માટે હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માટે મનુભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પાટણ તાલુકા પંચાયત હેઠળ મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સરસ્વતી તાલુકા પંચાયત હેઠળ વામૈયા બેઠક પરથી સેધૂભા એસ દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામોની જાહેરાત કરવામાં આવી છે. બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande