વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં મિશ્ર વેપાર
નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.) અઠવાડિયાના પહેલા દિવસે આજે વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગુડ ફ્રાઈડે રજાને કારણે, ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકા અને યુરોપિય બજારો બંધ રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ એશિયામાં
શેર બઝાર


નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.) અઠવાડિયાના પહેલા દિવસે આજે વૈશ્વિક

બજારોમાં મિશ્ર સંકેતો મળી રહ્યા છે. ગુડ ફ્રાઈડે રજાને કારણે, ગયા અઠવાડિયાના

છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકા અને યુરોપિય બજારો બંધ રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ એશિયામાં

ચાલી રહેલા યુદ્ધને કારણે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ, આજે નીચા સ્તરે

ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડેક્સ હાલમાં 0.09 ટકાની નબળાઈ સાથે 46,390.02 પોઈન્ટ પર પહોચ્યો છે. એશિયન બજારો આજે મિશ્ર

વેપારનો અનુભવ થઇ રહ્યો છે.

એશિયન બજારોમાંથી નવ બઝારમાંથી ત્રણ સૂચકાંક લીલા રંગમાં

ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે બે નુકસાન

સાથે લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે. હોંગકોંગ, ચીન,

થાઈલેન્ડ અને

તાઈવાનના સ્ટોક એક્સચેન્જમાં રજાઓને કારણે, હેંગ સેંગ ઇન્ડેક્સ, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ, સેટકમ્પોઝિટ ઇન્ડેક્સ અને તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ

આજે યથાવત છે.

ગિફ્ટ નિફ્ટી 0.10 ટકાની નબળાઈ સાથે 22,683 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે, જકાર્તા કમ્પોઝિટ

ઇન્ડેક્સ 0.69 ટકા ઘટીને 6,978.26 પોઈન્ટ પર ટ્રેડ

કરી રહ્યો છે. બીજી તરફ, નિક્કેઈ ઇન્ડેક્સ

604.51 પોઈન્ટ એટલે કે 1.14 ટકાના મજબૂતાઈ

સાથે 53,728 પોઈન્ટ પર ટ્રેડ

કરી રહ્યો છે. તેવી જ રીતે,

કોસ્પી ઇન્ડેક્સ 0.77 ટકાના ઉછાળા

સાથે 5,418.80 પોઈન્ટના સ્તરે

પહોંચ્યો છે. આ ઉપરાંત, સ્ટ્રેટ ટાઇમ્સ

ઇન્ડેક્સ 0.30 ના વધારા સાથે 4,962.13 પોઈન્ટના સ્તરે આવી

ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande