પ્રધાનમંત્રી મોદી, 21 એપ્રિલે રાજસ્થાનના પચપદરા માં રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે
જયપુર, નવી દિલ્હી, 08 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 21 એપ્રિલે બાલોતરા માં પચપદરા માં રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર માહિતી શેર કરતા લખ્યું કે, ગર્વની વાત છે કે પ્રધાનમંત્રી મોદી 21 એપ્રિલે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ


જયપુર, નવી દિલ્હી, 08 એપ્રિલ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 21 એપ્રિલે બાલોતરા માં પચપદરા માં રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર માહિતી શેર કરતા લખ્યું કે, ગર્વની વાત છે કે પ્રધાનમંત્રી મોદી 21 એપ્રિલે પચપદરા માં રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવા માટે રાજસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે.

શર્માએ લખ્યું કે, આ રિફાઇનરી મારવાડ અને સમગ્ર રાજસ્થાનના આર્થિક કાયાકલ્પ માટે ભાગ્ય રેખા સાબિત થશે અને યુવાનો માટે રોજગારના નવા દરવાજા ખોલશે. રાજસ્થાનના સમગ્ર લોકો વતી, પ્રધાનમંત્રીનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિનંદન.

હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande