સર્રાફા બજારમાં મામૂલી ઘટાડો, સોના અને ચાંદીની ચમક ઝાંખી પડી
નવી દિલ્હી, 11 મે (હિ.સ.): ઘરેલુ સર્રાફા બજારમાં આજે શરૂઆતના કારોબાર દરમિયાન સાંકેતિક નબળાઈનું વલણ જોવા મળી રહ્યું છે. કિંમતમાં થયેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,52,340 રૂપિયાથી લઈને 1,54,360 રૂપિયા પ્રતિ 10 ગ
સોના-ચાંદી


નવી દિલ્હી, 11 મે (હિ.સ.): ઘરેલુ સર્રાફા બજારમાં આજે શરૂઆતના કારોબાર દરમિયાન સાંકેતિક નબળાઈનું વલણ જોવા મળી રહ્યું છે. કિંમતમાં થયેલા ઘટાડાને કારણે દેશના મોટાભાગના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,52,340 રૂપિયાથી લઈને 1,54,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. તેવી જ રીતે 22 કેરેટ સોનું આજે 1,39,640 રૂપિયાથી લઈને 1,41,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ ઘટાડો થવાને કારણે દિલ્હી સર્રાફા બજારમાં આ ચમકીલી ધાતુ આજે શરૂઆતના કારોબાર દરમિયાન 2,74,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.

દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,52,490 પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,39,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,52,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,39,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,52,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,39,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં 24 કેરેટ સોનું આજે 1,54,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,41,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આવી જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,52,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,39,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,52,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,39,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

લખનઉના સર્રાફા બજારમાં 24 કેરેટ સોનું આજે 1,52,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,39,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,52,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,39,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. જયપુરમાં 24 કેરેટ સોનું 1,52,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,39,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના સર્રાફા બજારમાં પણ આજે સોનાના ભાવમાં મામૂલી ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,52,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આવી જ રીતે આ ત્રણેય શહેરોના સર્રાફા બજારોમાં 22 કેરેટ સોનું 1,39,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande