પેટ્રોલ 2.61 અને ડીઝલ 2.71 રૂપિયા મોંઘું થયું
નવી દિલ્હી, 25 મે (હિ.સ.) પેટ્રો ઇંધણની કિંમતોમાં, આજે ફરી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 2.71 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આવું ચોથી વખત બન્યું છે. હ
જાૂીદત


નવી દિલ્હી, 25 મે (હિ.સ.) પેટ્રો ઇંધણની કિંમતોમાં, આજે ફરી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 2.71 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આવું ચોથી વખત બન્યું છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.20 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

અગ્રણી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દેશના અગ્રણી શહેરોમાં કલકતામાં પેટ્રોલ 113.51, મુંબઈમાં 111.21, નોઈડામાં 101.9 રૂપિયા, બેંગલુરુમાં 110.6 રૂપિયા, ભુવનેશ્વરમાં 108.8 રૂપિયા, ચંડીગઢમાં 101.5 રૂપિયા, જયપુરમાં 113.4 રૂપિયા, લખનૌમાં 101.9 રૂપિયા અને પટનામાં 113.5 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

છેલ્લા 10 દિવસમાં આ ચોથી વખત છે, જ્યારે કિંમતો વધારવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આ પહેલા શનિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 87 થી 91 પૈસા સુધીનો વધારો થયો હતો. કોલકાતામાં ડીઝલની કિંમત 99.82 રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં ડીઝલની કિંમત 97.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande