
ભાવનગર, 11 મે (હિ.સ.) : દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ, સ્વાવલંબન અને સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અને સહાય અમલમાં મૂકવામાં આવી છે. આરોગ્ય, રોજગાર, આવાસ, સાધન સહાય અને આર્થિક સહાય જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. કૃત્રિમ અંગો, ટ્રાઇસિકલ, વ્હીલચેર, હિયરિંગ એઇડ, બ્રેઇલ કીટ સહિતના સહાયક સાધનો પણ આપવામાં આવે છે.
દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ અને સહાય માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના માં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે સ્માર્ટ કેન, સ્માર્ટ ફોન, બ્રેલ કિટ, વિઝ્યુઅલ ઈમપેરડ કિટ, શ્રવણ ક્ષતિ માટે બંને કાન માટે હિયરીંગ એઇડ્સ (BTE), ઓછી દ્રષ્ટિ માટે ચશ્મા, લોકોમોટર દિવ્યાંગતા માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, કાખઘોડી, એલ્બો ક્રચ, કેલિપર્સ તથા કૃત્રિમ અંગો, સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, માનસિક અસમર્થતા તથા મલ્ટિપલ ડિસએબિલિટી ધરાવતા લાભાર્થીઓ માટે જરૂરી TLM કિટ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર યોજના અંતર્ગત 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તથા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમોટર, મલ્ટિપલ ડિસએબિલિટી (લોકોમોટર સાથે), મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તથા સેરેબ્રલ પાલ્સી ધરાવતા લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવામાં આવશે.અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ-વ્હીલર સહાય યોજના માં 40 ટકા કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી તથા પુરુષ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. લાભાર્થી દ્વારા સ્કુટર ખરીદી કર્યા બાદ રૂ. 25,000/- ની સહાય રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવશે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે તા. તા. 30-06-2026 સુધીમાં ઇ-સમાજ કલ્યાણ પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જી-૧ એનેક્ષી બિલ્ડિંગ, એસ.ટી. સ્ટેન્ડની બાજુમાં, બહુમાળી ભવન, ભાવનગર ખાતે સંપર્ક કરવા અથવા ફોન નં. 02782425609 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA