'બંદર' નું પહેલું ગીત 'ક્યોં મજા આ રહા હૈ' રિલીઝ, બોબી દેઓલની તીવ્ર શૈલીએ જીત્યું દિલ
નવી દિલ્હી, 14 મે (હિ.સ.) ''બંદર નું પહેલું ગીત'' ક્યૂં મજા આ રહા હૈ રીલીઝ થયું છે. બોબી દેઓલ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવ્યું છે અને સેફ્રોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોના સહયોગથી નિખિલ દ્વિવેદી દ્વારા નિર્માણ કરવામાં
બોબી દેઓલ ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 14 મે (હિ.સ.) 'બંદર નું પહેલું ગીત' ક્યૂં મજા આ રહા હૈ રીલીઝ થયું છે. બોબી દેઓલ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવ્યું છે અને સેફ્રોન મેજિકવર્ક્સ અને ઝી સ્ટુડિયોના સહયોગથી નિખિલ દ્વિવેદી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 જુન એ સિનેમાઘરોમાં રજૂ થશે.

ફિલ્મના ટીઝરે પહેલાથી જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે, જેમાં બોબી દેઓલનો જંગલી રેટ્રો-રોકસ્ટાર અવતાર જોવા મળ્યો હતો. હવે રિલીઝ થયેલું ગીત 'ક્યોં મજા આ રહા હૈ' ફિલ્મની ભાવનાત્મક અને કાળી દુનિયાની વધુ એક ઝલક રજૂ કરે છે. આ ગીત પ્રેમ, જુસ્સો અને ભાવનાત્મક ભંગાણને સૌથી ઊંડી રીતે દર્શાવે છે. બોબી દેઓલનું પાત્ર લાગણીઓથી ઘેરાયેલું અને અંદરથી તૂટેલું જોવા મળે છે, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ ગીત વિશાલ મિશ્રાએ ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. પોતાના નરમ અવાજ અને ભાવનાત્મક ધૂન માટે જાણીતા વિશાલ મિશ્રાએ અગાઉ કૈસે હુઆ, તુમ હો તો અને દિવાનીયત જેવા ગીતોથી દર્શકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને સબા આઝાદ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા સુદીપ શર્મા અને અભિષેક બેનર્જી દ્વારા લખવામાં આવી છે, જે પ્રસિદ્ધિ, કૌભાંડ અને જાહેર વિનાશની દુનિયાને દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande