આઈપીએલ 2026: દિલ્હીની જીત સાથે લીગ તબક્કાનું સમાપન, કલકતાને 40 રનથી હરાવ્યું
કલકતા, નવી દિલ્હી, 25 મે (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ના લીગ તબક્કાનું સમાપન દિલ્હી કેપિટલ્સની પ્રભાવશાળી જીત સાથે થયું. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી છેલ્લી લીગ મેચમાં દિલ્હીએ કોલકતા નાઈટ રાઈડર્સને 40 રનથી હરાવીને ટૂર્નામેન્ટની સફર સકારાત્મ
આઈપીએલ 2026: દિલ્હીની જીત સાથે લીગ તબક્કાનું સમાપન, કલકતાને 40 રનથી હરાવ્યું


કલકતા, નવી દિલ્હી, 25 મે (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ના લીગ તબક્કાનું સમાપન દિલ્હી કેપિટલ્સની પ્રભાવશાળી જીત સાથે થયું. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી છેલ્લી લીગ મેચમાં દિલ્હીએ કોલકતા નાઈટ રાઈડર્સને 40 રનથી હરાવીને ટૂર્નામેન્ટની સફર સકારાત્મક અંદાજમાં પૂર્ણ કરી. જોકે બંને ટીમો પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ મેચમાં હરીફાઈ અને રોમાંચ જોવા મળ્યો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ વતી, કેએલ રાહુલે આક્રમક અંદાજમાં બેટિંગ કરતા સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઇનિંગ દરમિયાન આકર્ષક શોટ્સ રમીને રન રેટ સતત જાળવી રાખ્યો હતો.

કેપ્ટન અક્ષર પટેલે (39 રન) પણ ઉપયોગી યોગદાન આપીને મહત્વના રન જોડ્યા હતા, જ્યારે મધ્યમ ક્રમમાં ડેવિડ મિલર (28) અને આશુતોષ શર્માએ (18) અંતિમ ઓવરોમાં ઝડપી બેટિંગ કરીને ટીમને 200 રનને પાર પહોંચાડી હતી.

204 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત દબાણ હેઠળ રહી હતી. જોકે કેપ્ટન અજિંક્ય રહાણેએ (63) સંઘર્ષપૂર્ણ બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી અને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મનીષ પાંડે (25) અને રોવમેન પોવેલે (29) પણ કેટલાક સારા શોટ્સ લગાવ્યા હતા, પરંતુ બીજી બાજુથી સતત વિકેટ પડવાને કારણે ટીમ લક્ષ્યથી દૂર રહી ગઈ હતી.

દિલ્હીની બોલિંગ પણ આખી મેચ દરમિયાન પ્રભાવશાળી રહી હતી. લુંગી એનગિડી અને કુલદીપ યાદવે નિયમિત અંતરે 3-3 વિકેટ લઈને કોલકાતાના બેટિંગ ઓર્ડરને દબાણમાં રાખ્યો હતો. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ બે મહત્વની સફળતા મેળવી હતી.

આ દરમિયાન દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાનની જીતે પ્લેઓફનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું હતું. ત્યારબાદ રાજસ્થાને અંતિમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ પહેલાથી જ અંતિમ ચારમાં સ્થાન મેળવી ચૂક્યા હતા.

દિલ્હી ભલે પ્લેઓફની ટિકિટ મેળવી શક્યું ન હતું, પરંતુ છેલ્લી મેચમાં મળેલી આ જીત ટીમ માટે સન્માનજનક વિદાય સાબિત થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande