અતુલ ખાતે એપીએલ-18 ઈન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન
વલસાડ, 26 મે (હિ.સ.) અતુલ ખાતે ઉલ્હાસ જીમખાના દ્વારા આયોજિત ઈન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ APL-18નું ભવ્ય સમાપન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન યોજાયેલી વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી તથા રો
એ.પી.અલ ટુર્નામેન્ટ


વલસાડ, 26 મે (હિ.સ.) અતુલ ખાતે ઉલ્હાસ જીમખાના દ્વારા આયોજિત ઈન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ APL-18નું ભવ્ય સમાપન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન યોજાયેલી વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી તથા રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, કેરમ, લોન ટેનિસ, ઇન્ટર કોલોની ક્રિકેટ, વોલીબોલ તથા અન્ય વિવિધ રમતોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અતુલ લિમિટેડ તરફથી પધારેલા મહાનુભાવો શ્રી વિવેક ગદરે, શ્રી સુનીલ જોષી, શ્રી નરેન્દ્ર તલરેજા, શ્રી આસિફ સાહીર તેમજ મુખ્ય અતિથિ તરીકે લાલભાઈ પરિવારના સભ્ય આસ્થાબેન લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમના શુભ હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમો તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

શ્રી જે.ડી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર અતુલ ડિવિઝન અને યુનિટમાંથી કુલ ૫૩ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ૮૪૮ જેટલા ખેલાડીઓ રમ્યા હતા. તારીખ 16 નવેમ્બર 2025થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 17 મે 2026 સુધી ચાલી હતી.

ફાઈનલ મુકાબલો સલ્ફર બ્લેક ટીમ અને ટીમ PH વચ્ચે રમાયો હતો, જેમાં ટીમ PHએ શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો. જ્યારે સી.પી. પાવર હીટર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.

અંતમાં શ્રી જે.ડી. પટેલે ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યોગદાન આપનાર ગ્રાઉન્ડમેન, અમ્પાયર, સ્કોરર, કોમેન્ટેટર, રેફરી, લાઇનમેન, ઉલ્હાસ એક્ઝિક્યુટિવ કમિટી, APL કમિટી, મેઘા લાઈવ સ્ટુડિયો, સાઉન્ડ સિસ્ટમ ટીમ, પત્રકાર મિત્રો તેમજ અતુલ મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande