સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટના અમલીકરણ માટે બેઠકનું આયોજન
ભાવનગર 26 મે (હિ.સ.) પશ્ચિમ રેલવે અમદાવાદની સર્વે અને નિર્માણ સંસ્થાને સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટ સાથે સાથે લોથલ સ્થિત નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) તથા ધોલેરા એરપોર્ટ સુધી બ્રાન્ચ લાઇન નિર્માણ કા
સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટના અમલીકરણ માટે બેઠકનું આયોજન


ભાવનગર 26 મે (હિ.સ.) પશ્ચિમ રેલવે અમદાવાદની સર્વે અને નિર્માણ સંસ્થાને સરખેજ-ધોલેરા નવી સેમી હાઈ સ્પીડ રેલવે બ્રોડ ગેજ ડબલ લાઇન પ્રોજેક્ટ સાથે સાથે લોથલ સ્થિત નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) તથા ધોલેરા એરપોર્ટ સુધી બ્રાન્ચ લાઇન નિર્માણ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજે 134 કિલોમીટર લાંબા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્માણ 220 કિમી પ્રતિ કલાકની ડિઝાઇન સ્પીડને અનુરૂપ કરવામાં આવશે.

પ્રોજેક્ટના સફળ અને અસરકારક અમલીકરણના હેતુસર પશ્ચિમ રેલવે દ્વારા નિર્માણ ટેન્ડરમાં રસ ધરાવતા સિવિલ, ઇલેક્ટ્રિકલ તથા S & T (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન) ક્ષેત્રના સંભવિત બિડર્સ/કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ બેઠક તા. 28 મે 2026 (ગુરુવાર)ના રોજ સવારે 11:30 વાગ્યે મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ) કાર્યાલય, 2મા માળે, નિર્માણ ભવન, નરોડા રોડ, GCS હોસ્પિટલ સામે, અસારમાં, અમદાવાદ ખાતે યોજાશે.

આ બેઠકમાં પ્રોજેક્ટના અમલીકરણ, પેકેજિંગ તથા ટેક્નિકલ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તમામ ઇચ્છુક અને સંભવિત બિડર્સ/કોન્ટ્રાક્ટર્સને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના મૂલ્યવાન સૂચનો અને વિચારો સાથે બેઠકમાં વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હાજરી સુનિશ્ચિત કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande