ઉનાળામાં ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ મદદરૂપ
બોટાદ, 26 મે (હિ.સ.) ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વિસ્તારોમાં ગુંદા એક પરંપરાગત અને પ્રિય વસ્તુ છે. આ નાના વૃક્ષના ફળની કાચી અવસ્થામાં અથાણું બનાવીને ખાઈ શકાય છે. અને પાકેલા ફળને પણ ખાઈ શકાય છે. ગુંદામાં તેની ચીકાશભરી પલ્પ તેને અનોખું બના
બોટાદ


બોટાદ, 26 મે (હિ.સ.) ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વિસ્તારોમાં ગુંદા એક પરંપરાગત અને પ્રિય વસ્તુ છે. આ નાના વૃક્ષના ફળની કાચી અવસ્થામાં અથાણું બનાવીને ખાઈ શકાય છે. અને પાકેલા ફળને પણ ખાઈ શકાય છે. ગુંદામાં તેની ચીકાશભરી પલ્પ તેને અનોખું બનાવે છે.

ગુંદાની મુખ્ય વિશેષતાઓમાં પોષક તત્વો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી અને અન્ય મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં ફ્લેવોનોઈડ્સ, ટેનિન્સ, ફેનોલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ પુષ્કળ માત્રામાં હોય છે. ગુંદામાં આયુર્વેદિક ગુણ મધુર રસ, તે શરીરમાં રહેલો પિત્ત અને વાત શમક છે. જ્યારે ગુંદાની છાલ શરીરના કફ અને પિત્તનો પણ નાશ કરે છે. ગુંદાનું અથાણું, શાક, સૂપ અથવા કાચું ખાવું જોઈએ. ગુંદાની ચીકાશને કારણે તે પેટ માટે સુખદાયક છે.

ગુંદા મેદસ્વિતા (ઓબેસિટી) નિવારણમાં પણ મદદરૂપ થાય છે. ગુંદા વજન નિયંત્રણ અને મેદસ્વિતા ઘટાડવા માટે ઉત્તમ સહાયક છે. જેના મુખ્ય કારણો આ મુજબ છે. ગુંદામાં ઉચ્ચ ફાઈબર સામગ્રી ફાઈબરથી ભરપૂર હોવાથી તે પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી અતિરેક ભૂખ ઓછી થાય છે અને કેલરી ઇન્ટેક ઘટે છે. ગુંદા પાચન તંત્રને સુધારે છે. ગુંદામાં રહેલો ચીકણો પદાર્થ આંતરડાને સુખદાયક અસર કરે છે, કબજિયાત દૂર કરે છે અને સારું પાચન કરે છે જેનાથી પાચન મેટાબોલિઝમ વધારે છે અને વજન વધવાની સમસ્યા ઘટાડે છે. કેટલાક અભ્યાસો અનુસાર ગુંદા શરીરમાં ફેટના શોષણને ઘટાડીને વજન નિયંત્રણમાં મદદ કરે છે. ગુંદા એન્ટીડાયાબેટિક અસરને કારણે બ્લડ સુગર સ્થિર રાખે છે, જે વજન વધવાના કારણોમાંથી એક છે. તે હાઈપોલિપિડેમિક (કોલેસ્ટ્રોલ ઘટાડનાર) પણ છે. સાથોસાથ ગુંદા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં તે ઓછી કેલરીવાળું છે, જે વજન ઘટાડવાના આહારમાં આદર્શ છે.

ઉપરાંત, ગુંદાના સેવનથી થતાં આરોગ્યને લાભ આ મુજબ છે. ગુંદા શરીરમાં શ્વસન તંત્રને મજબુત કરે છે, કફ, ખાંસી અને અસ્થમામાં રાહત આપે છે. પેટની સમસ્યાઓ જેવી કે, ઝાડા, કૃમિ, અપચોમાં ફાયદા કરાવે છે. સાથોસાથ શરીરની ત્વચા અને અન્ય ઘામાં એન્ટીઇન્ફ્લેમેટરી અને હીલિંગના ગુણો રહેલા છે જે માનવ શરીરને રાહત આપે છે. સૌથી મહત્વનું એવું માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એન્ટીઓક્સિડન્ટ્સથી ઇમ્યુનિટી વધારે છે. તથા લીવર પ્રોટેક્શન, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એનર્જી આપે છે.

ગુંદા એક સાદુ પરંતુ શક્તિશાળી સ્થાનિક ફળ છે, જે આધુનિક જીવનશૈલીની મેદસ્વિતા અને પાચન સમસ્યાઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. ચાલો ગુંડાને ઉનાળાની ઋતુ દરમિયાન આહારમાં સામેલ કરીએ અને શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને મેદસ્વિતા મુક્ત બનાવીએ..

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande