ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોરેજ રૂમમાં આગ લાગતા અફરાતફરી
સુરત, 26 મે (હિ.સ.)-શહેરના ભેસ્તાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 ઉપર આવેલા કાગળિયા સ્ટોરેજ રૂમમાંથી ગત રાત્રે અચાનક ઘુમાડો નીકળવાની સાથે સાથે આગની લપટો નીકળવા લાગતા થોડા ટાઈમ માટે પ્લેટફોર્મ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.એટલું જ નહીં પરિસ્થિતિ જોઈને
ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોરેજ રૂમમાં આગ


સુરત, 26 મે (હિ.સ.)-શહેરના ભેસ્તાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર -1 ઉપર આવેલા કાગળિયા સ્ટોરેજ રૂમમાંથી ગત રાત્રે અચાનક ઘુમાડો નીકળવાની સાથે સાથે આગની લપટો નીકળવા લાગતા થોડા ટાઈમ માટે પ્લેટફોર્મ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.એટલું જ નહીં પરિસ્થિતિ જોઈને તાત્કાલિક ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફાયર બ્રિગેડના જવાનોની એક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર કાગળિયા સ્ટોરેજ રૂમ આવેલું હતું.જ્યા ડ્રાઈવરોની ડ્યુટી લિસ્ટ,ડેલી રિપોર્ટ્સના કાગળો તેમજ અન્ય પરચુરણ સામાન મુકવામાં આવતું હતું.દરમ્યાન ગત રાત્રે આ રૂમની અંદર અચાનક આગ લાગી ગઈ હતી.રૂમની અંદરથી ઘુમાડો અને આગની લપટો દેખાવવા લાગતા પ્લેટફોર્મ ઉપર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.વધુમાં સબ ફાયર ઓફિસર દિપક બારોટે જણાવ્યું હતું કે રેલ્વે સ્ટેશન મેનેજરે જણાવ્યું હતું કે પંખાની અંદર શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી,. આગ અને ઘૂમાડાને કારણે ડ્રાઈવરોની ડ્યુટી લીસ્ટન કાગળો તેમજ ડેલી રિપોર્ટના કાગળો,પંખા, ફર્નિચર સહિતના સામાનને નુકસાન થયું હતું.પંખામા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યુ હતું. જોકે પોણા કલાકમાં આગ સહીત સંપૂર્ણ સ્થિતિને નિયત્રંણમાં કરી લેવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande