ગુજરાત પોલીસના “ઓપરેશન મિલાપ” હેઠળ, ગુમ થયેલી મહિલાનો સફળ શોધખોળ બાદ પરિવાર સાથે મિલાપ
બોટાદ, 26 મે (હિ.સ.)ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “ઓપરેશન મિલાપ” કાર્યક્રમ અંતર્ગત ધોળા રેલવે પોલીસ સ્ટેશનને એક વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. બોટાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી ભાવનગર ખાતેથી સુરક્ષિત
ભાવનગર


બોટાદ, 26 મે (હિ.સ.)ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “ઓપરેશન મિલાપ” કાર્યક્રમ અંતર્ગત ધોળા રેલવે પોલીસ સ્ટેશનને એક વધુ સફળતા પ્રાપ્ત થઈ છે. બોટાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાને હ્યુમન અને ટેક્નિકલ સોર્સની મદદથી ભાવનગર ખાતેથી સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી હતી. બાદમાં મહિલાને તેના પરિવારજનો સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક મહિલા અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા ધોળા રેલવે પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મહિલાની શોધખોળ માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે ભાવનગર વિસ્તારમાં મહિલાનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. મહિલાની તબિયત અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તેને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

મહિલા સુરક્ષિત મળી આવતા પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે ગુજરાત પોલીસ તથા ધોળા રેલવે પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસની સતર્કતા, ઝડપી કાર્યવાહી અને માનવતાભર્યા અભિગમની પ્રશંસા કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ દ્વારા, ચલાવવામાં આવતું “ઓપરેશન મિલાપ” ગુમ થયેલા વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. આ કામગીરીથી ફરી એકવાર પોલીસની જનસેવા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande