
રાજકોટ, 26 મે (હિ.સ.) ધરણ 10 ના પરિણામ આવી ગયા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત જેતપુર (વીરપુર) ખાતે આગામી ભરતી સત્ર-2026 અંતર્ગત વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે,
આ સંસ્થામાં હાલ કોપા (કોમ્પ્યુટર), ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રિશિયન, સુઇંગ ટેક્નોલોજી (સીવણ), હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર અને મિકેનિક ડીઝલ જેવા વિવિધ ટ્રેડ કાર્યરત છે.
વાયરમેનનો કોર્સ બે વર્ષનો અને એ સિવાયની તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે. આ તાલીમ યુવાનોને ટેકનિકલ કૌશલ્ય પ્રદાન કરી રોજગારીની નવી તકો પૂરી પાડશે.
જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો આગામી 23 જૂન, સુધીમાં આઈ.ટી.આઈ.ની વેબસાઈટ itiadmission.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ