
બેરૂત (લેબનાન)/તેલ અવીવ (ઇઝરાયલ), નવી દિલ્હી, 27 મે (હિ.સ.). લેબનાનમાં ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયેલે હિઝબુલ્લાહના ગઢ ગણાતા દક્ષિણ લેબનાનમાં હવાઈ અને જમીની હુમલા તેજ કરી દીધા છે. આ હુમલાઓમાં મંગળવારે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે અને અન્ય 40 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ (આઈડીએફ) એ દક્ષિણ અને પૂર્વ લેબનાનના નગરો અને ગામડાઓને બળજબરીથી ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે.
લેબનાનના અખબાર લોરિયન્ટ ટુડેના અહેવાલ મુજબ, ઇઝરાયલના આક્રમક વલણથી દક્ષિણ લેબનાનમાં દહેશત ફેલાઈ ગઈ છે. લોકો ઇઝરાયલી ભૂમિસેનાના તીવ્ર બની રહેલા હુમલાઓથી બચવા માટે આમ-તેમ ભાગી રહ્યા છે. ભૂમિસેના હુમલા કરતી આગળ વધી રહી છે. આઈડીએફ એ પૂર્વ લેબનોનના બેકા વિસ્તારમાં મશગારા અને તેનાથી થોડે આગળ ઉત્તરે, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કારાઉન ડેમ પર હુમલો કર્યો છે.
આઈડીએફ એ, નબાતીહ શહેરને ખાલી કરાવવા માટે લોકોને ત્યાંથી ખસેડવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે તેનો હેતુ ઉત્તરી ઇઝરાયેલમાં સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. બીજી તરફ, ગોળીબાર અને તોપમારો વચ્ચે ફસાયેલા લાખો લોકો માટે યુદ્ધવિરામનો ભ્રમ સંપૂર્ણપણે તૂટી ગયો છે.
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, ઉત્તરી ઇઝરાયલમાં હવાઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોન અને ઉત્તરી ઇઝરાયલમાં ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા 22 હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે બેકા ખીણના મશઘારા ગામમાં એક ઇમારત પર થયેલા ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ