એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક 10 જૂને, મોદીને અભિનંદન આપશે
નવી દિલ્હી, 29 મે (હિ.સ.): કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 10 જૂને રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અશોકા હોટલમાં આયોજિત આ બેઠકમાં વડા
એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પહેલાની બેઠક નો ફાઈલ ફોટો


નવી દિલ્હી, 29 મે (હિ.સ.): કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 10 જૂને રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અશોકા હોટલમાં આયોજિત આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવશે. બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને તેમના કાર્યકાળની સિદ્ધિઓની પ્રશંસા કરતો એક ખાસ ઠરાવ પણ પસાર કરવામાં આવશે.

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકનો હેતુ છેલ્લા 12 વર્ષમાં મોદી સરકારની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનની રૂપરેખા આપવાનો છે. વડા પ્રધાન મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને અન્ય ઘણા મંત્રીઓ હાજર રહેશે.

આ બેઠકમાં મોદી સરકારની છેલ્લા 12 વર્ષમાં સિદ્ધિઓ, સુશાસન, સંગઠનાત્મક સંકલન અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવશે. આ સાથે, કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા અને કેન્દ્ર-રાજ્ય સંકલન સુધારવા પર પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, મોદીએ 26 મે, 2014 ના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે વડા પ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા હતા. તેઓ 2019 માં બીજી વખત અને 2024 માં ત્રીજી વખત વડા પ્રધાન બન્યા હતા. 9 જૂન, 2024 ના રોજ તેમણે ત્રીજી વખત શપથ લીધા હતા. 2014 માં પહેલી વાર શપથ લીધા પછી, તેમની યાત્રામાં મોટા અને ક્રાંતિકારી નિર્ણયો (જેમ કે કલમ 370 નાબૂદ, રામ મંદિરનું નિર્માણ અને જીએસટી લાગુ કરવું) અને ડિજિટલ ઇન્ડિયા, જન ધન યોજના અને ઉજ્જવલા જેવી કલ્યાણકારી યોજનાઓ જોવા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande