અંજારમાં ગુનાહિત તત્વો સામે પોલીસનો કડક પ્રહાર: ગેરકાયદે વીજ જોડાણો કાપી રૂ. 3.80 લાખનો દંડ ફટકારાયો
કચ્છ, 30 મે (હિ.સ.) : અંજાર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આજે પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન.ડી.પી.એસ., છેતરપિંડી અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા જાણીતા આરોપીઓના રહેણાંક સ્થળોએ તપાસ દરમિય
વિજ કનેક્શન કાપવાની કામગીરી


વિજ કનેક્શન કાપવાની કામગીરી


વિજ કનેક્શન કાપવાની કામગીરી


વિજ કનેક્શન કાપવાની કામગીરી


કચ્છ, 30 મે (હિ.સ.) : અંજાર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આજે પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન.ડી.પી.એસ., છેતરપિંડી અને જુગાર જેવા ગુનાઓમાં સંડોવાયેલા જાણીતા આરોપીઓના રહેણાંક સ્થળોએ તપાસ દરમિયાન ગેરકાયદેસર વીજ કનેક્શનનો ભંડાફોડ થતાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે શિક્ષાત્મક પગલાં લીધાં છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલાક શખ્સોના રહેણાંક મકાનોની તપાસ કરતાં ત્યાં ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં અંજાર પોલીસ અને પીજીવીસીએલની ટીમે ચાર અલગ-અલગ મકાનોમાં પહોંચીને ગેરકાયદેસર વીજ જોડાણો તાત્કાલિક અસરથી કાપી નાખ્યા હતા. સાથે જ મકાનોમાં ઉપયોગમાં લેવાતા વીજ ઉપકરણોની નોંધ લઈ વીજ ચોરીના કેસમાં દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન હેમલાઈ ફળિયામાં રહેતા શબીર હુસેન ઉર્ફે પીચુ શેખના મકાનમાંથી વીજ ચોરી મળી આવતાં તેમને રૂ. 2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેઓ અગાઉ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં નોંધાયેલ છે. તે જ રીતે ગરાસિયા ફળિયામાં રહેતા મહમદ ઉર્ફે પોપટ શેખ સામે રૂ. 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમના વિરુદ્ધ એન.ડી.પી.એસ. હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત હેમલાઈ વિસ્તારના અબ્બાસ ઇબ્રાહિમ શેખ સામે રૂ. 40 હજાર અને અસલમ ઉર્ફે મુંડી કાજીશા શેખ સામે રૂ. 15 હજારનો વીજ દંડ કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓના નામ પણ અગાઉના ગુનાઓમાં નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 3.80 લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં પરંતુ તેમની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આવી કામગીરી દ્વારા ગુનાખોરીને પ્રોત્સાહન આપતા તત્વો સામે કડક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અંજાર પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કામગીરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ આવા કોમ્બિંગ ઓપરેશનો ચાલુ રાખવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande