
નવી દિલ્હી, 06 મે (હિ.સ.) સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રાકા' ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 'પુષ્પા' ફ્રેન્ચાઇઝીની અપાર સફળતા બાદ, હવે દર્શકો તેમની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મના શીર્ષકને લઈને મોટો ખુલાસો થયો છે, જેનાથી જાણવા મળે છે કે 'રાકા' નો સીધો સંબંધ પુષ્પાની સફળતા સાથે જોડાયેલો છે.
અહેવાલો અનુસાર, નિર્માતાઓએ ‘રાકા’ નામ વિચારી-સમજીને પસંદ કર્યું છે અને તે ફિલ્મમાં અલ્લૂ અર્જુનના પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, 'પુષ્પા' માં અભિનેતાએ પોતાના પાત્રને જે રીતે જીવંત કર્યું, તે માત્ર એક નામ નહીં પરંતુ એક ઓળખ બની ગયું. આ જ પ્રભાવને પુનરાવર્તિત કરવા માટે નિર્માતાઓએ 'રાકા' ને પણ પાત્ર-કેન્દ્રિત ફિલ્મ તરીકે રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'રાકા' ની આખી વાર્તા મુખ્ય પાત્રની તાકાત અને વ્યક્તિત્વની આસપાસ વણાયેલી છે, બરાબર તેવી જ રીતે જેવું પુષ્પામાં જોવા મળ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે અને તેમાં દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આવા સંજોગોમાં ચાહકોને આશા છે કે, 'રાકા' પણ બોક્સ ઓફિસ પર 'પુષ્પા' જેવો જ જાદુ પુનરાવર્તિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ