અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ ફાઇનલ યોજાશે, બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ
- ધર્મશાલા-ચંદીગઢમાં રમાશે નોકઆઉટ મેચ,ફાઇનલ 31 મેના રોજ - ફાઇનલ બેંગલોર થી અમદાવાદ શિફ્ટ અમદાવાદ, 06 મે (હિ.સ.) : ઇન્ડિયન પ્રીમિયર લીગ2026 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ યોજાશે. ધર્મશાલા-ચંદીગઢમાં રમાશે નોકઆઉટ મેચ જ્યારે ફાઇ
Narendra Modi Stadium in Ahmedabad


- ધર્મશાલા-ચંદીગઢમાં રમાશે નોકઆઉટ મેચ,ફાઇનલ 31 મેના રોજ

- ફાઇનલ બેંગલોર થી અમદાવાદ શિફ્ટ

અમદાવાદ, 06 મે (હિ.સ.) : ઇન્ડિયન પ્રીમિયર લીગ2026 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ યોજાશે. ધર્મશાલા-ચંદીગઢમાં રમાશે નોકઆઉટ મેચ જ્યારે ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ભારતીય ક્રિકેટ બોર્ડએ મંગળવારે પ્લેઓફ મુકાબલાઓની વિગતો જાહેર કરી. આઇપીએલ 2026માં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. પ્લેઓફ મુકાબલાઓ 70 મેચ પછી રમાશે.

ધર્મશાલામાં ક્વોલિફાયર-1, ચંદીગઢને 2 મેચની યજમાની મળી

આઇપીએલ 2026ની પહેલી પ્લેઓફ એટલે કે ક્વોલિફાયર-1 ધર્મશાલાના HPCA (એચપીસીએ) સ્ટેડિયમમાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમો સામસામે હશે. ત્યારબાદ ટુર્નામેન્ટ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ થશે.

અહીં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર-2ની મેચો રમાશે.

સિઝનની ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જે આ મેગા ઇવેન્ટના સમાપન માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ વર્ષે પ્લેઓફ માટે ત્રણ અલગ-અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. પહેલા ફાઇનલની યજમાની બેંગલુરુને આપવામાં આવી હતી. જોકે, સ્થાનિક એસોસિએશન અને અધિકારીઓની કેટલીક એવી માંગણીઓ હતી જે બીસીસીઆઈના પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સના દાયરાની બહાર હતી. આ જ કારણે સ્થળ બદલવું પડ્યું અને અમદાવાદને ફાઇનલની જવાબદારી સોંપવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande