ભારત, બ્રિક્સની અધ્યક્ષતા દરમિયાન એમએસએમઈ સહયોગને પ્રોત્સાહન આપવાની તૈયારીમાં
નવી દિલ્હી, 08 મે (હિ.સ). બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળતી વખતે ભારત 2026 માં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત ''બ્રિક્સ પાર્ટનરશિપ ઓન ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન'' (પાર્ટ એનઆઈઆર) હેઠળ એમએ
એમએસએમઈ સહયોગ માટે બેઠક


નવી દિલ્હી, 08 મે (હિ.સ). બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળતી વખતે ભારત 2026 માં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત 'બ્રિક્સ પાર્ટનરશિપ ઓન ન્યૂ ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન' (પાર્ટ એનઆઈઆર) હેઠળ એમએસએમઈ સહયોગ માટે એક નવા એજન્ડાનું પણ નેતૃત્વ કરી રહ્યું છે.

ભારતની અધ્યક્ષતા દરમિયાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને ત્રણ એસએમઈ કાર્યકારી જૂથની બેઠકો અને પ્રથમ બ્રિક્સ એમએસએમઈ ફોરમ આયોજિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રથમ એસએમઈ કાર્યકારી જૂથની બેઠક 24 એપ્રિલે ઓનલાઇન યોજાઈ હતી, જેનો મુખ્ય વિષય MSME માટે નાણાકીય સુલભતા રહ્યો હતો. આ વેબિનારમાં બ્રિક્સ સભ્ય દેશોએ સક્રિય ભાગીદારી કરી હતી. આ મંચ એમએસએમઈ ધિરાણ સાથે જોડાયેલા પડકારો અને તકો પર અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાનપ્રદાનનું મહત્વનું માધ્યમ બન્યું.

ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, એમએસએમઈ આર્થિક વૃદ્ધિ, રોજગાર સર્જન, નવાચાર અને સર્વસમાવેશક વિકાસનો મુખ્ય આધાર છે. સાથે જ સમયસર અને પૂરતું ધિરાણ ઉપલબ્ધ ન હોવા જેવા સતત ચાલી આવતા પડકારોને પણ રેખાંકિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, ધિરાણના અંતરને ઘટાડવા માટે બહુઆયામી વ્યૂહરચના અપનાવવાની જરૂર છે. આમાં નાણાકીય સમાવેશીકરણ વધારવું, નાણાકીય સાક્ષરતામાં સુધારો કરવો અને એમએસએમઈ ની ધિરાણ ક્ષમતાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.

બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, એમએસએમઈ ધિરાણને મજબૂત કરવા માટે બ્રિક્સ દેશો વચ્ચે સંસ્થાકીય ક્ષમતાઓ વધારવા, નવાચાર-આધારિત નાણાકીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા અને સહયોગી ઇકોસિસ્ટમ તૈયાર કરવાની જરૂર છે. ચર્ચા દરમિયાન સમાન વિકાસ સંબંધી પડકારોનો સામનો કરી રહેલા બ્રિક્સ દેશો વચ્ચે નીતિગત અનુભવોનું આદાનપ્રદાન પણ થયું હતું. સાથે જ તમામ દેશોએ મજબૂત, સર્વસમાવેશક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક એમએસએમઈ ક્ષેત્ર વિકસાવવાની સહિયારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ભારત અગાઉથી જ જાપાન, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સાથે કરાર કરી ચૂક્યું છે, જેનો ઉદ્દેશ્ય એમએસએમઈ ક્ષેત્રમાં સહયોગ વધારીને વ્યાપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. એમએસએમઈ ક્ષેત્ર ભારતના ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ માનવામાં આવે છે. સરકાર સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ ક્ષેત્રને મજબૂત કરવા પર વિશેષ ભાર આપી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande