સ્ટેટ બેંકનો ચોથા ત્રિમાસિક ગાળાનો નફો છ ટકા વધીને 19,684 કરોડ રૂપિયા થયો
નવી દિલ્હી, 08 મે (હિ.સ.). દેશની અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) ગાળાના પરિણામોની જાહેરાત કરી છે. 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં બેંકનો એકલ ધોરણે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)


નવી દિલ્હી, 08 મે (હિ.સ.). દેશની અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ) ગાળાના પરિણામોની જાહેરાત કરી છે. 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં બેંકનો એકલ ધોરણે ચોખ્ખો નફો છ ટકા વધીને 19,684 કરોડ રૂપિયા રહ્યો છે.

બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે, ડૂબેલા દેવામાં સુધારો થવાને કારણે તેના નફામાં આ વધારો નોંધાયો છે. એસબીઆઈનો ચોખ્ખો નફો જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં છ ટકા વધીને 19,684 કરોડ રૂપિયા રહ્યો છે. બેંકે નાણાકીય વર્ષ 2024-25 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં 18,643 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

સ્ટેટ બેંકે શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ આવક ઘટીને 1,40,412 કરોડ રૂપિયા રહી ગઈ છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ત્રિમાસિક ગાળામાં 1,43,876 કરોડ રૂપિયા હતી. જોકે, ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની વ્યાજની આવક વધીને 1,23,098 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 2024-25 ના સમાન ગાળામાં 1,19,666 કરોડ રૂપિયા હતી.

એસબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકની અસ્કયામતની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) નાણાકીય વર્ષ 2025-26 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં કુલ ધિરાણના 1.49 ટકા રહી ગઈ છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના સમાન ગાળાના અંતે 1.82 ટકા હતી. તેવી જ રીતે બેંકનું નેટ એનપીએ ઘટીને 0.39 ટકા રહી ગયું છે, જે એક વર્ષ પહેલા 0.47 ટકા હતું.

બેંકે જણાવ્યું હતું કે, ચોથા ત્રિમાસિક ગાળામાં એકીકૃત ધોરણે એસબીઆઈનો ચોખ્ખો નફો મામૂલી વધીને 19,643 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ પહેલા 19,600 કરોડ રૂપિયા હતો. આ રીતે કુલ આવક વધીને 1,81,079 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2024-25 ના સમાન સમયગાળામાં 1,79,562 કરોડ રૂપિયા હતી. બીજી તરફ, સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માં બેંકનો એકલ ધોરણે ચોખ્ખો નફો 13 ટકા વધીને 80,032 કરોડ રૂપિયા થયો છે, જે નાણાકીય વર્ષ 2024-25 માં 70,901 કરોડ રૂપિયા હતો.

એસબીઆઈએ જણાવ્યું હતું કે, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2025-26 માટે 1 રૂપિયો ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર 17.35 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બેંકે કહ્યું કે ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર શેરધારકોના નિર્ધારણ માટે રેકોર્ડ ડેટ 16 મે છે, જ્યારે ડિવિડન્ડની ચુકવણી 4 જૂન નક્કી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande