
ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝન સાથે કેન્દ્રના સક્ષમ ૧૨ વર્ષના નેતૃત્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે.
આ ઉજવણી અંતર્ગત ખાપટ મોડેલ સ્કૂલ ખાતે 'પ્રગતિ પથ યાત્રા'નું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
રાજ્ય સરકારના પ્રયત્નોથી વિશાળ સંકુલમાં આકાર પામેલ ખાપટ મોડેલ સ્કૂલની મુલાકાત લઈ ધારાસભ્યએ 'પ્રગતિ પથ યાત્રા'ના પ્રવાસીઓ સાથે ઉપસ્થિત રહી શાળાકીય વિવિધ સુવિધાઓ, શૈક્ષણિક કાર્યો અને સિદ્ધિઓની ટૂંકી ફિલ્મ નિહાળી હતી.
આ સાથે જ ધારાસભ્યએ શૈક્ષણિક સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી વિદ્યાર્થીલક્ષી સેવાઓ તથા અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર થયા હતાં.
ખાપટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થી જયવંત બાંભણિયા દ્વારા 'સંકલ્પ થી સિદ્ધિ- નૂતન ભારતની સફર' અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં થયેલા વિકાસકાર્યો શાબ્દિક રીતે રજૂઆત કરી હતી.
શિક્ષક સંજયભાઈ ચાવડાએ મોડેલ સ્કૂલ ખાપટની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ