
ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં વિકાસના વિવિધ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી 'પ્રગતિ પથ યાત્રા'માં સામેલ થયેલા નાગરિક ભટ્ટી પૂજાબહેન કાળુભાઈએ જિલ્લાના વિકાસકાર્યો અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
વેરાવળના રહેવાસી ભટ્ટી પૂજાબહેને જણાવ્યું હતું કે, સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા યોજાઈ છે. જેમાં અમે ઉત્સાહપૂર્વક જોડાયાં છીએ.
આ 'પ્રગતિ પથ યાત્રા' એ વિકાસના વિવિધ પ્રકલ્પોથી માહિતગાર થવાનો અવસર છે.
આમ જણાવી ભટ્ટી પૂજાબહેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ