
ગીર સોમનાથ 13 જૂન (હિ.સ.) વેરાવળ તાલુકાના બાદલપરા ગામ પર અમર શહીદ ધનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર તથા તાલાલા–સુત્રાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 212 બોટલ બ્લડ એકઠું થયું હતું..
આ કાર્યક્રમ સંગઠન પ્રત્યેની નિષ્ઠા, જનસેવા પ્રત્યેના સમર્પણ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રતિબિંબ રહ્યા એવા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ ગણાતા રાજ્યસભા સાંસદ માનસિંહભાઈ પરમારના સન્માનાર્થે વિશેષ સન્માનોપણ આયોજન કરવામાં આવ્યું હતું...
આ સમારોહમાં વિવિધ આગેવાનો, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી, અસંખ્ય કાર્યકરો એ રકતદાન કર્યું જેથી કાર્યક્રમ વધુ ભવ્ય અને સફળ બન્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ