રશિયન સેનાનો દાવો, છેલ્લા 24 કલાકમાં યુક્રેનના 1100 થી વધુ સૈનિકો માર્યા ગયા
મોસ્કો, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ./ રિયા નોવોસ્તી). રશિયાએ દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં પાંચ રશિયન સૈન્ય ટુકડીઓ સાથેના મોરચે યુક્રેનના લગભગ 1125 સૈનિકો માર્યા ગયા છે અને આ સિવાય મોટા પ્રમાણમાં સૈન્ય સરંજામનું નુકસાન થયું છે. રશિયન સંરક્ષણ મં
રશિયન સેનાનો દાવો, છેલ્લા 24 કલાકમાં યુક્રેનના 1100 થી વધુ સૈનિકો માર્યા ગયા


મોસ્કો, નવી દિલ્હી, 13 જૂન (હિ.સ./ રિયા નોવોસ્તી). રશિયાએ દાવો કર્યો છે કે, છેલ્લા 24 કલાકમાં પાંચ રશિયન સૈન્ય ટુકડીઓ સાથેના મોરચે યુક્રેનના લગભગ 1125 સૈનિકો માર્યા ગયા છે અને આ સિવાય મોટા પ્રમાણમાં સૈન્ય સરંજામનું નુકસાન થયું છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયાની વોસ્તોક (પૂર્વ) સૈન્ય ટુકડી સાથેની લડાઈમાં યુક્રેનિયન સેનાએ 510 થી વધુ સૈનિકો, ત્રણ સશસ્ત્ર લડાયક વાહનો, આઠ વાહનો અને અમેરિકા નિર્મિત 155 મીમીની પેલેડિન સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી સિસ્ટમ ગુમાવી દીધી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઉપરાંત, છેલ્લા એક દિવસમાં સેંત્ર (મધ્ય) સૈન્ય ટુકડીએ 315 થી વધુ, સેવર (ઉત્તર) સૈન્ય ટુકડીએ 235 થી વધુ, ઝાપાદ (પશ્ચિમ) સૈન્ય ટુકડીએ 220 થી વધુ, યુગા (દક્ષિણ) સૈન્ય ટુકડીએ 115 સુધી અને નિપર સૈન્ય ટુકડીએ લગભગ 45 યુક્રેનિયન સૈનિકોને ઠાર કર્યા છે. આ ઉપરાંત, આ સૈન્ય મોરચાઓ પર સૈન્ય સરંજામને પણ મોટું નુકસાન થયું છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ યુક્રેનના લાંબા અંતરના ડ્રોન સ્ટોરેજ ડેપો, યુક્રેનિયન સેના દ્વારા ઉપયોગમાં લેવાતા ઊર્જા અને પરિવહન માળખાકીય સુવિધાઓ અને 142 વિસ્તારોમાં યુક્રેનિયન સેનાની ટુકડીઓ અને વિદેશી ભાડૂતી સૈનિકોના અસ્થાયી ઠેકાણાઓ પર પણ હુમલા કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સચિન બુધૌલિયા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande