મની લોન્ડરિંગ કેસ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.): ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે, 217 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપો ઘડવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે જેકલ
સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.): ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે, 217 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપો ઘડવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની વેકેશન બેન્ચે જેકલીનને ઉપલબ્ધ કાનૂની વિકલ્પો અપનાવવાની મંજૂરી આપી હતી.

અગાઉ, 11 જૂનના રોજ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાએ અરજીની સુનાવણીથી પોતાને અલગ રાખ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે આ કેસમાં જેકલીન, છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર અને તેમની પત્ની લીના પોલ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે આ આરોપીઓ સામે મકોકા ની કલમ 3 અને 4, ભારતીય દંડ સંહિતાની કલમ 170, 186, 384, 386, 388, 406, 409, 420, 468, 471 અને 120B અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હી પોલીસે અદિતિ સિંહની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો. ઈડી એ કોર્ટને જણાવ્યું કે, સુકેશે અદિતિ સિંહ પાસેથી ₹57 કરોડ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તેને ₹80 કરોડ મળ્યા હતા. ઈડી એ જણાવ્યું કે, સુકેશ આ કેસમાં માસ્ટરમાઇન્ડ હતો. તેણે લેન્ડલાઇન પરથી અદિતિ સિંહને પહેલો ફોન કર્યો હતો. ઈડી એ જણાવ્યું કે, સુકેશે તેમને કહ્યું કે આ પૈસાનો ઉપયોગ કાર, લક્ઝરી વસ્તુઓ અને ભેટો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

ઈડી ના જણાવ્યા મુજબ, સુકેશે શિવેન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહ અને અન્ય ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી દ્વારા મેળવેલા ગેરકાયદેસર ભંડોળનો ઉપયોગ જેક્લીન માટે ભેટો ખરીદવા માટે કર્યો હતો. ઈડી ના જણાવ્યા મુજબ, સુકેશે સમગ્ર ગુનાનું આયોજન અને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખર પર મકોકા હેઠળ આરોપ મૂક્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande