સોમનાથમાં સમસ્ત કોળી સમાજ ભાગવત સપ્તાહમાં ઉમટ્યો ભાવિકોનો મહાસાગર
ગીર સોમનાથ, 07 જૂન (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા સમસ્ત કોળી રાષ્ટ્રીય અતિથિ ભવનના નિર્માણ માટે યોજાયેલી આ કથામાં વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય શાસ્ત્રી પાર્થભાઈ જાની ભાગવત કથાનો રસપાન કરાવી રહ્યા છે. આજે કથા પ્રસંગમાં વામન અવતાર
સોમનાથ સમસ્ત કોળી સમાજ ભાગવત સપ્તાહમાં ઉમટીયો આવી ભાવિકોનો મહાસાગર


ગીર સોમનાથ, 07 જૂન (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા સમસ્ત કોળી રાષ્ટ્રીય અતિથિ ભવનના નિર્માણ માટે યોજાયેલી આ કથામાં વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય શાસ્ત્રી પાર્થભાઈ જાની ભાગવત કથાનો રસપાન કરાવી રહ્યા છે. આજે કથા પ્રસંગમાં વામન અવતાર તથા શ્રીકૃષ્ણ જન્મ તથા રામ જન્મ પ્રસંગ અનુરૂપ વેશભૂષા ધારણ કરી ભાવિકોને ધર્મઝાંખી કરાવી હતી.

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા આ કથામાં હાજર રહ્યા હતા અને દિવ્ય કથાનું શ્રવણ કર્યું હતું. વિશેષમાં વિમલભાઈ ચુડાસમાએ આ શુભ પ્રવૃત્તિને બિરદાવી જણાવ્યું હતું કે સમાજની જગ્યા પ્રભાસમાં આવે ત્યારે તેને માટે તેમજ સમાજની જરૂરિયાત વંડીની છે ત્યારે આપણે સૌએ તેને સાથ -સહકાર આપી ભવ્ય અતિથિગૃહ ભવન નિર્માણ વહેલી તકે થાય તેવી શુભેચ્છા અને ભગવાનને પ્રાર્થના કરી હતી. આજે પાંચમા દિવસે કથા મંડપ ભરચક્ક રહ્યો હતો અને આ પ્રસંગે કથાકાર ના આશીર્વાદ સાથે અગ્રણીઓ આગેવાનો અને અધિકારીઓનું સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande