વિશ્વ કપ જીત્યા પછી પેડ્રી અને દાની ઓલ્મો ભાવુક થયા, બોલ્યા કે આ સફળતા સમગ્ર સ્પેનની
મેડ્રિડ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). ફીફા વિશ્વ કપ 2026નો ખિતાબ જીત્યા પછી સ્પેનના સ્ટાર ફૂટબોલર પેડ્રી ગોન્ઝાલેઝ અને દાની ઓલ્મોએ ચાહકોના નામે ભાવુક સંદેશા શેર કરતા તેમના અતૂટ સમર્થન માટે આભાર માન્યો. બંને ખેલાડીઓએ કહ્યું કે, આ ઐતિહાસિક સફળતા સમગ
સ્પેન ની વિશ્વ કપ વિજેતા ટીમ


મેડ્રિડ, નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.). ફીફા વિશ્વ કપ 2026નો ખિતાબ જીત્યા પછી સ્પેનના સ્ટાર ફૂટબોલર પેડ્રી ગોન્ઝાલેઝ અને દાની ઓલ્મોએ ચાહકોના નામે ભાવુક સંદેશા શેર કરતા તેમના અતૂટ સમર્થન માટે આભાર માન્યો. બંને ખેલાડીઓએ કહ્યું કે, આ ઐતિહાસિક સફળતા સમગ્ર સ્પેનની છે.

સ્પેને વિશ્વ કપ 2026ની ફાઇનલમાં ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને વધારાના સમયમાં 1-0થી હરાવીને ઇતિહાસ રચ્યો અને પોતાનો બીજો ફીફા વિશ્વ કપ ખિતાબ જીત્યો.

વિશ્વ કપ જીત્યા પછી રાજધાની મેડ્રિડ સહિત સમગ્ર સ્પેનમાં જશ્નનો માહોલ રહ્યો. હજારો ચાહકો સાથે જીતનો ઉત્સવ મનાવ્યા પછી મિડફિલ્ડર દાની ઓલ્મોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, હજુ પણ મારી પાસે શબ્દો નથી. ગઈકાલના જશ્નમાં અમારી સાથે જોડાવા અને સમગ્ર વિશ્વ કપ દરમિયાન સતત અમારો સાથ આપવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.

જ્યારે, સ્પેનના યુવા મિડફિલ્ડર પેડ્રી ગોન્ઝાલેઝે પણ ભાવુક સંદેશ શેર કરતા લખ્યું, સૌથી મોટી સફળતા મારા પોતાના લોકો છે. અમે સાથે મળીને સપના જોયા અને સાથે મળીને આ સફર પૂરી કરી.

ફાઇનલ મેચમાં વધારાના સમયની 106મી મિનિટે અવેજી ખેલાડી ફેરન ટોરેસે નિર્ણાયક ગોલ કરીને સ્પેનને 1-0થી જીત અપાવી. નિકો વિલિયમ્સના હેડર પર મળેલા પાસને ટોરેસે ગોલમાં ફેરવીને સ્પેનને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું.

મુખ્ય કોચ લુઈસ ડે લા ફુએન્ટેની ટીમે આખી મેચમાં પ્રભુત્વ જાળવી રાખ્યું અને સતત ગોલની તકો ઊભી કરી. જોકે, આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે 12 શાનદાર બચાવ કરીને પોતાની ટીમને લાંબા સમય સુધી મેચમાં ટકાવી રાખી, પરંતુ અંતે ટોરેસના ગોલે સ્પેનને ઐતિહાસિક જીત અપાવી.

આ જીત સાથે સ્પેને 16 વર્ષ પછી ફરીથી ફીફા વિશ્વ કપ ટ્રોફી પોતાના નામે કરી. આ પહેલા તેણે 2010માં પહેલીવાર વિશ્વ કપ જીત્યો હતો. વિશ્વ કપ 2026માં સ્પેન આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું અને યુઇએફએ યુરો 2024 ખિતાબ પછી વધુ એક મોટી આંતરરાષ્ટ્રીય સફળતા પોતાના નામે કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande