ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા, રાજ્ય કક્ષાની એન.જી.ઓ.ની ગાંધીનગર ખાતે પરામર્શ બેઠક યોજાઈ
- બાળકોની સુરક્ષાની જવાબદારી કોઇ એક વિભાગ કે સંસ્થાની નથી, પરંતુ સમાજની સહિયારી જવાબદારી છે : રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં બાળ અધિકારોના સંરક્ષણ, બાળકોની સુરક્ષા તથા બાળકેન્દ્રિ
ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


- બાળકોની સુરક્ષાની જવાબદારી કોઇ એક વિભાગ કે સંસ્થાની નથી, પરંતુ સમાજની સહિયારી જવાબદારી છે : રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર

ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં બાળ અધિકારોના સંરક્ષણ, બાળકોની સુરક્ષા તથા બાળકેન્દ્રિત વિવિધ મુદ્દાઓ અંગે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) સાથે રાજ્ય કક્ષાની બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે તા- 11 ઓગસ્ટ 2026ના રોજ સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

બેઠકનો મુખ્ય હેતુ સરકાર, આયોગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરી બાળકોના અધિકારોના રક્ષણ માટે સંયુક્ત પ્રયાસોને મજબૂત બનાવવાનો હતો.

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા સમાપન ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,બાળકોના અધિકારોનું રક્ષણ માત્ર કોઈ એક વિભાગ કે સંસ્થાની જવાબદારી નથી, પરંતુ સમાજના દરેક વર્ગની સહિયારી જવાબદારી છે. તેવી અપીલ કરી હતી અને બાળકોને સુરક્ષિત, સ્વસ્થ, શિક્ષિત અને ગૌરવપૂર્ણ વાતાવરણ મળે તે માટે તમામ હિતધારકોને સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત છે. બાળ અધિકાર સંરક્ષણ આયોગ આ અંગે સૌના સહયોગથી કામ કરવા કટીબદ્ધ છે

બેઠકની શરૂઆત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ ડી. ડી. કાપડિયા (IAS, નિવૃત્ત)એ શાબ્દિક અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ આયોગની નવી વેબસાઇટનું લોન્ચિંગ ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સભ્ય વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા, કમલેશ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આયોગના સભ્ય કમલેશભાઇ રાઠોડ તથા ચેરપર્સનએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સક્રિય સંસ્થાઓ અને નિયામક સમાજ સુરક્ષાનાં અધિકારીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓ (DCPO), ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટીના અધિકારીઓ, એમ 60 - 70 જેટલા પાર્ટીશીપન્ટ હાજર રહ્યા હતા.

બેઠકના પ્રથમ સેશનમાં મિશન વાત્સલ્ય અંગે , રાજયમાં બાળ મજૂરી – ગંભીર સમસ્યા અને નિવારણ ,બાળ લગ્ન – ગંભીર સામાજિક દૂષણ અને નિવારક પગલાં, તેમજ વૈકલ્પિક કુટુંબ આધારિત બાળ સુરક્ષા અને કાળજી જેવા મહત્વપૂર્ણ વિષય, રાઇટ ટુ એજયુકેશન અમલીકરણ અંગે, SMILE Project અંગે, પોકસો –કાયદાનું ત્વરીત અમલીકરણ, બાળકોમાં જાતિય સતામણી, ઉકેલ, અંગે આ બેઠકમાં ISAR, (BBA) બચપન બચાવો આંદોલન, મિરેકલ ફાઉન્ડેશન, શ્રી શકિત ફાઉન્ડેશન, ગણતર, શૈશવ, પ્રયાસ, ગાયત્રી સંસ્થાન, સાંપ્રત, ઉદયન, ગ્રામ વિકાસ ટ્રસ્ટ વિગેરે જેવી નામાંકીત સક્રિય NGO ના પ્રતિનીધિઓએ હાજર રહી બાળ અધિકારો અંગે પ્રેઝન્ટેશન અને સૂચનો કર્યા હતા.

સમગ્ર સત્ર દરમ્યાન બાળકોની સુરક્ષા સાથે સીધા સંકળાયેલા મહત્વપૂર્ણ કાયદાકીય અને શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમ્યાન આયોગના સભ્યઓ અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ, અને શ્રી કમલેશ રાઠોડે પણ ઉપયોગી સૂચનો કર્યા હતા.

બેઠકના મહત્વપૂર્ણ ભાગરૂપે રાજ્યના વિવિધ NGOs દ્વારા બાળકોના અધિકારોના ક્ષેત્રમાં કરવામાં આવતા કાર્ય, અનુભવો, પડકારો તથા Best Practices રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆતોના માધ્યમથી વિવિધ સંસ્થાઓ વચ્ચે પરસ્પર અનુભવ અને જ્ઞાનની આપ-લે થઈ હતી.

બેઠકમાં બાળકો સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓના અસરકારક નિરાકરણ માટે સરકાર, આયોગ અને NGO ક્ષેત્ર વચ્ચે સતત સંકલન, માહિતીની આપ-લે તથા સંયુક્ત કાર્યવાહી જરૂરી છે તેમ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande