ગ્લોબલ માર્કેટમાંથી નબળાઈના સંકેત, એશિયામાં મિશ્ર કારોબાર
નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) ગ્લોબલ માર્કેટમાંથી આજે નબળા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજારો ગયા સત્ર દરમિયાન દબાણ હેઠળ કારોબાર કરતા રહ્યા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે મામૂલી ઘટાડા સાથે કારોબાર કરતું નજરે પડી રહ્યું છે. યુરોપિયન બજારમાં ગયા સત્ર દરમિ
વૈશ્વિક શેર બજાર


નવી દિલ્હી, 12 ઓગસ્ટ (હિ.સ.) ગ્લોબલ માર્કેટમાંથી આજે નબળા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજારો ગયા સત્ર દરમિયાન દબાણ હેઠળ કારોબાર કરતા રહ્યા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે મામૂલી ઘટાડા સાથે કારોબાર કરતું નજરે પડી રહ્યું છે. યુરોપિયન બજારમાં ગયા સત્ર દરમિયાન મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. એશિયાઈ બજારમાં પણ આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે.

અમેરિકામાં આજે કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ફ્લેશન (સીપીઆઈ) એટલે કે મોંઘવારીનો આંકડો જાહેર થવાનો છે. મોંઘવારીનો આંકડો આવતાં પહેલાં અમેરિકી બજારમાં ગયા સત્ર દરમિયાન રોકાણકારો સાવચેતીભર્યા મૂડમાં કારોબાર કરતા રહ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ દિવસના ઉચ્ચતમ સ્તરથી 430 અંક લપસીને 180 અંકની ઘટાડા સાથે બંધ થયો. એ જ રીતે એસ એન્ડ પી 500 ઇન્ડેક્સે 0.32 ટકા નબળાઈ સાથે 7,728.20 અંકના સ્તરે ગયા સત્રના કારોબારનો અંત કર્યો. ઉપરાંત નાસ્ડેક 159.91 અંક એટલે કે 0.60 ટકા તૂટીને 26,445.45 અંકના સ્તરે બંધ થયો. બીજી તરફ ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલ 0.02 ટકા ની સંકેતિક નબળાઈ સાથે 53,783.16 અંકના સ્તરે કારોબાર કરતું નજરે પડી રહ્યું છે.

યુરોપિયન બજારો ગયા સત્ર દરમિયાન દબાણ હેઠળ કારોબાર કર્યા બાદ મિશ્ર પરિણામો સાથે બંધ થયા. એફટીએસઈ ઇન્ડેક્સ 0.17 ટકા લપસીને 10,844.19 અંકના સ્તરે બંધ થયો. એ જ રીતે સીએસી ઇન્ડેક્સે 0.13 ટકા ઘટાડા સાથે 8,714.94 અંકના સ્તરે ગયા સત્રના કારોબારનો અંત કર્યો. તેની સામે ડીએએક્સ ઇન્ડેક્સ 0.26 ટકા વધારા સાથે 26,391.42 અંકના સ્તરે બંધ થયો.

એશિયાઈ બજારમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. એશિયાના નવ બજારોમાંથી પાંચના સૂચકાંકો મજબૂતી સાથે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે, જ્યારે ત્રણ સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે. થાઈલેન્ડના સ્ટોક એક્સચેન્જમાં રજા હોવાને કારણે સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સમાં આજે કોઈ હલચલ નથી.

ગિફ્ટ નિફ્ટી આજે હાલ 0.03 ટકા ની સંકેતિક નબળાઈ સાથે 24,508.50 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઇન્ડેક્સ 0.40 ટકા લપસીને 5,731.40 અંકના સ્તરે પહોંચ્યો છે. હેંગ સેંગ ઇન્ડેક્સમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. હાલ આ સૂચકાંક 290.82 અંક એટલે કે 1.15 ટકા તૂટીને 25,362 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

બીજી તરફ, નિક્કેઈ ઇન્ડેક્સ 379.78 અંક એટલે કે 0.56 ટકા મજબૂતી સાથે 67,350 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 225.49 અંક એટલે કે 0.50 ટકા ઉછળીને 45,346.21 અંકના સ્તરે પહોંચી ગયો છે. કોસ્પી ઇન્ડેક્સમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. હાલ આ સૂચકાંક 282.70 અંક એટલે કે 4.27 ટકા ની છલાંગ લગાવીને 6,628.23 અંકના સ્તરે પહોંચ્યો છે. ઉપરાંત જકાર્તા કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.47 ટકા વધારા સાથે 6,297.59 અંકના સ્તરે અને શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.31 ટકા મજબૂતી સાથે 3,946.51 અંકના સ્તરે કારોબાર કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande