વડાપ્રધાન મોદીનું, વિકાસ માટે શક્તિની સપ્તધારાનું આહ્વાન
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શક્તિની સપ્તધારા’નું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, ભારતને પોતાની ક્ષમતાને ઓળખીને વિકાસના વિવિધ ક્ષેત્રોમાં એકસાથે આગળ વધવું પડશે. પહેલી ધારા ઉત્પાદન ક્ષમતા વધારવાની છે,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રના વિકાસ માટે ‘શક્તિની સપ્તધારા’નું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, ભારતને પોતાની ક્ષમતાને ઓળખીને વિકાસના વિવિધ ક્ષેત્રોમાં એકસાથે આગળ વધવું પડશે. પહેલી ધારા ઉત્પાદન ક્ષમતા વધારવાની છે, જ્યારે કૃષિને બીજી ધારા તરીકે રાખવામાં આવી છે. આ સાથે કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂત કરવા અને ખાદ્ય પ્રક્રિયાકરણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો.

ત્રીજી ધારા ટેકનોલોજી અને નવીનતાની છે, જે દેશની વિકાસ ગતિને નવી દિશા આપી શકે છે. ચોથી ધારા ગતિ શક્તિના માધ્યમથી માળખાકીય સુવિધાઓ અને સંપર્ક વ્યવસ્થાને મજબૂત કરવાની છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પાંચમી ધારા તરીકે ‘રક્ષા શક્તિ’નો આધાર ગણાવવામાં આવ્યો. છઠ્ઠી ધારા હરિત અર્થતંત્ર અને સાતમી ધારા ભારતની નરમ શક્તિ સાથે જોડાયેલી છે. વડાપ્રધાને આ તમામ ધારાઓને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત મોટા સપના જોઈ રહ્યું છે અને નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે સુનિશ્ચિત કરીશું કે, 2047 સુધીમાં દેશ વિકસિત રાષ્ટ્ર બને. તેમણે કહ્યું કે, આપણા સપના અને સંકલ્પો મોટા હોવા જોઈએ, ત્યારે જ આપણી ક્ષમતાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. આઝાદી પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ્’ની ગુંજ સંભળાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande