કેન્દ્રીય મંત્રીઓ અને અન્યોએ દેશવાસીઓને, 'નાગ પંચમી'ની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ સોમવારે દેશવાસીઓને, ''નાગ પંચમી''ના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. શાહે ''એક્સ'' પર લખ્યું, સૌને ''નાગ પંચમી''ના
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 17 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ સોમવારે દેશવાસીઓને, 'નાગ પંચમી'ના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

શાહે 'એક્સ' પર લખ્યું, સૌને 'નાગ પંચમી'ના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ. દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ પર્વ સૌના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.

રાજનાથ સિંહે કહ્યું કે, ભારતની સાંસ્કૃતિક પરંપરામાં પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા, સમસ્ત જીવ-જગત પ્રત્યે કરુણા અને સહ-અસ્તિત્વનો ભાવ હંમેશાં સમાયેલો રહ્યો છે. નાગ પંચમી આ જ શાશ્વત જીવન-દ્રષ્ટિનું પવિત્ર પર્વ છે, જે સૌને પ્રકૃતિના સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને પ્રત્યેક જીવના સન્માનનો સંદેશ આપે છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કહ્યું કે, ઈશ્વરને પ્રાર્થના છે કે, આ પવિત્ર પર્વ સૌના જીવનમાં નવી ઊર્જા, સકારાત્મકતા અને મંગળ લઈને આવે.

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સંસ્કૃતનો એક શ્લોક લખ્યો કે, ॐ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજાય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્.

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, મહાદેવ અને નાગ દેવતાને પ્રાર્થના છે કે આ પવિત્ર પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande