
નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓએ શનિવારે દેશવાસીઓને 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા દ્વારા, દેશ પ્રત્યે પોતાનું ગર્વ અને દેશભક્તિનો ભાવ વ્યક્ત કર્યો.
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે, ભારતીય તિરંગાની તસવીર શેર કરતા લખ્યું, “સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!”
ભારતીય ટી20 ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરે પણ 'એક્સ' પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી.
ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેએ લખ્યું, “સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ! જય હિંદ.”
પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજે પણ, દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા લખ્યું, “તમામ દેશવાસીઓને 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”
આ ઉપરાંત, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની જર્સીમાં પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા દેશ પ્રત્યે ગર્વ વ્યક્ત કર્યો.
ક્રિકેટરોની સાથે દેશભરના લોકોએ પણ વિવિધ માધ્યમો દ્વારા, 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું સન્માન તેમજ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ