પાકિસ્તાનના પેશાવરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). પાકિસ્તાનના પેશાવરમાં ગુરુવારે આતંકવાદ વિરોધી વિભાગ (કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ)ના ગુપ્તચર અભિયાનમાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદ વિરોધી વિભાગના પેશાવર રિજનના જવાનોએ મિરાકચોરીના મેહર ગુલ કાલ
સાંકેતિક


ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 28 ઓગસ્ટ (હિ.સ.). પાકિસ્તાનના પેશાવરમાં ગુરુવારે આતંકવાદ વિરોધી વિભાગ (કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ)ના ગુપ્તચર અભિયાનમાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદ વિરોધી વિભાગના પેશાવર રિજનના જવાનોએ મિરાકચોરીના મેહર ગુલ કાલે કબ્રસ્તાનમાં થયેલી અથડામણમાં ચારેયને ઠાર કર્યા.

દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ, ઘટનાસ્થળેથી 3 કલાશ્નિકોવ, 1 પિસ્તોલ, 1 હેન્ડ ગ્રેનેડ, 7 મેગેઝિન અને અનેક કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અફઘાનિસ્તાનના નંગરહારના રહેવાસી અબ્દુલ ગનીના પુત્ર સૈયદ વલી તરીકે થઈ છે. તેની પાસેથી એક અફઘાન શરણાર્થી કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું.

માનવામાં આવે છે કે, શંકાસ્પદ સૈયદ વલી તે 3 આત્મઘાતી હુમલાખોરોમાં સામેલ હતો જેઓ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં દાખલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન ગોળીબાર કરતા ભાગી છૂટેલા અન્ય શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande