
મોસ્કો, નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.)। રશિયન વિદેશ મંત્રાલયમાં વિશેષ દૂત રોડિયન મિરોશનિકે જણાવ્યું કે યુક્રેનના નવા સૈન્ય પ્રમુખ મિખાઇલ દ્રાપાટીની નિમણૂક પછી કિવના હુમલા વધી ગયા છે. રાજદ્વારીએ કહ્યું, મેજર જનરલ દ્રાપાટીએ 21 જુલાઈના રોજ કાર્યભાર સંભાળ્યો. ત્યારથી લગભગ 950 નાગરિકો પ્રભાવિત થયા છે. તેમાંથી 100થી વધુ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ઓછામાં ઓછા 45 બાળકો પ્રભાવિત થયા. તેમાંથી 15ના મોત થયા. દ્રાપાટીની બદલાયેલી રણનીતિ હેઠળ સામાન્ય બસો, ગાડીઓ, ખેતીના મશીનો અને એમ્બ્યુલન્સ પર હુમલા તેજ કરી દીધા છે.
તાસ અને ધ મોસ્કો ટાઈમ્સના અહેવાલ અનુસાર, મિરોશનિકે કહ્યું, દ્રાપાટીના સૈન્ય પ્રમુખનું પદ સંભાળવાની સાથે જ કાયરતાપૂર્ણ હુમલા વધી ગયા છે. તેમણે તેમના પૂર્વવર્તી એલેક્ઝાન્ડર સિર્સ્કી અને પૂર્વ પ્રમુખ મિખાઇલ ફેડોરોવની નીતિ બદલી નથી, પરંતુ પશ્ચિમી દેશો પાસેથી મળેલી સૈન્ય મદદ અને મોટી સંખ્યામાં આવેલા કિલર ડ્રોનનો ઉપયોગ તેજ કરવા માટે કર્યો. આનાથી રશિયા પર કિવની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનું દબાણ વધી ગયું છે. જણાવવામાં આવ્યું છે કે યુક્રેને સોમવારે આખી રાત રશિયા પર ડ્રોન હુમલા કરીને ઘણા ગોદામોને નિશાન બનાવ્યા. આ ગોદામ ખાનગી કંપનીઓના છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા.
કાર્યકારી પ્રાદેશિક ગવર્નર વિટાલી કોરોલ્યોવે તેની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, ચેખોવ શહેરના એક ગોદામ પર થયેલા ડ્રોન હુમલામાં પાંચ લોકોના મોત થયા અને 10 અન્ય ઘાયલ થયા. બીજી તરફ, સેન્ટ પીટર્સબર્ગમાં ત્રીજા રશિયા-કઝાકિસ્તાન મીડિયા ફોરમમાં રશિયાના ઉપ વિદેશમંત્રી મિખાઇલ ગ્લુઝિને કહ્યું કે યુક્રેન સરકાર રશિયામાં આર્થિક માળખાકીય સુવિધાઓ પર હુમલો કરીને તણાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
આ દરમિયાન રશિયાના સૈન્ય નિષ્ણાત આન્દ્રે મારોચકોએ લુગાંસ્કમાં જણાવ્યું કે, દેશના સૈનિકોએ સુમી ક્ષેત્રમાં નોવાયા સેચ નજીક યુક્રેનની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરી કરી છે અને મારિનો વસાહત તરફ દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, સૈનિકો સુમી દિશા, ખાસ કરીને ઇવોલ્ઝાંસ્કી સેક્ટરમાં, પોતાની પકડ જાળવી રાખી છે. સૌથી પહેલા, નોવાયા સેચ વસાહત તરફથી દક્ષિણ-પૂર્વ દિશામાં દુશ્મનની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરી કરવામાં આવી છે. હવે જવાનો મારિનો વસાહત પર દબાણ બનાવી રહ્યા છે. આ વસાહત ખ્રાપોવ્શચિનાના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે 29 જુલાઈના રોજ નોવાયા સેચને યુક્રેનના નિયંત્રણમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ