પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.
પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સંત અને પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈ રમેશ ઓઝાના 31 ઓગસ્ટના પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈની પ્રેરણાથી દર વર્ષે પ્રાગટ્ય દિવસને સેવાદિવસ તરીકે ઉજવવામાં
પૂજ્ય  ભાઈશ્રીના  પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.


પૂજ્ય  ભાઈશ્રીના  પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.


પૂજ્ય  ભાઈશ્રીના  પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.


પૂજ્ય  ભાઈશ્રીના  પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.


પૂજ્ય  ભાઈશ્રીના  પ્રાગટ્ય દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી.


પોરબંદર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય

સંત અને પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈ રમેશ ઓઝાના 31 ઓગસ્ટના પ્રાગટ્ય

દિવસની સેવાદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈની પ્રેરણાથી દર વર્ષે પ્રાગટ્ય દિવસને સેવાદિવસ તરીકે

ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ માસના પવિત્ર

સોમવારે સાંદીપનિ વિદ્યાનિકેતન તથા

દેશ-વિદેશમાં વસતા બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા વિવિધ

આધ્યાત્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ

હતી.

પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજ્ય

ભાઈના દીર્ઘાયુ તથા

સમગ્ર વિશ્વના કલ્યાણના સંકલ્પ સાથે શ્રીહરિ મંદિરમાં વર્ધાપન પૂજન વિધિ કરવામાં

આવી હતી.આ પૂજાવિધિમાં સાંદીપનિ ઋષિકુળના

અધ્યાપકો પણ જોડાયા હતા.શ્રાવણ માસનો સોમવાર

હોવાથી શ્રીહરિ મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી

ચંદ્રમૌલીશ્વર મહાદેવનો લઘુરુદ્રાભિષેક પણ કરવામાં

આવ્યો હતો.

વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સેવકો, અધ્યાપકો અને ઋષિકુમારો દ્વારા વિવિધ દિવ્ય

ઉપચારોથી અભિષેક સંપન્ન થયો હતો. આ પ્રસંગે

ગૌતમભાઈ ઓઝા સહિત અનેક ભાવિકો ઉપસ્થિત રહ્યા

હતા.સાંદીપનિ પરિસરમાં આવેલા શ્રી સૌમ્ય

ભૈરવજી મહારાજને 1100 બિલ્વપત્ર અર્પણ કરી વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરની

સંસ્કૃત પાઠશાળામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.

સાંદીપનિના અધ્યાપકો, ઋષિકુમારો, કર્મચારીઓ તેમજ પોરબંદરના લોકોએ સેવાભાવથી

રક્તદાન કર્યું હતું. કેમ્પમાં કુલ 50 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈની

પ્રેરણાથી પોરબંદરના સુદામા

મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ તથા

અધ્યાપકોએ મંદિર પરિસરમાં સફાઈ કરી કચરાનો નિકાલ કર્યો

હતો અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

સેવાદિવસ નિમિત્તે ધીરજભાઈ અને

તૃપ્તિબેન પંડિત દ્વારા ‘સ્પ્રેડીંગ સ્માઈલ’ના

બેનર હેઠળ પોરબંદરની વિવિધ આંગણવાડીઓમાં જઈને રમકડાંની કિટ અને બાળકોને કપડાંનું

વિતરણ કરવામાં આવ્યું હતું. રમકડાં અને નવા

વસ્ત્રો મળતાં નાના ભૂલકાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે

સાંદીપનિ વિદ્યાનિકેતનના પ્રાંગણમાં સદ્ભાવના

સેવા આશ્રમ અને સાંદીપનિ વિદ્યાનિકેતનના સંયુક્ત

ઉપક્રમે ‘શ્રીહરિ વન’નું લોકાર્પણ કરવામાં

આવ્યું હતું.

પૂજ્ય ભાઈ, ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, કલેક્ટર ધાનાણી, મેયર સાગરમોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં શ્રીહરિ વનમાં વધુ

વૃક્ષારોપણ કરી તેના જતનની કામગીરી હાથ ધરવામાં

આવશે.ઉપરાંત સાંદીપનિ પરિસરમાં ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા પણ બહોળા પ્રમાણમાં

વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાંદીપનિ

ગૌશાળામાં પૂજ્યભાઈ દ્વારા ગૌપૂજન કરી ગાયોને

લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે

ગૌતમભાઈ ઓઝા સહિત ભાવિકો પણ જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande