પડતર પ્રશ્નો અને ન્યાયસંગત માંગણીઓના સમર્થનમાં ગ્રામસેવકોનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરજ બજાવતા ગ્રામસેવકોએ પોતાના પડતર પ્રશ્નો અને ન્યાયસંગત માંગણીઓના સમર્થનમાં કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામસેવકો દ્વારા સરકારનું ધ્યાન લાંબા સમયથી પડતર રહેલા
ગ્રામ સેવક દ્વારા વિરોધ


ભાવનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ફરજ બજાવતા ગ્રામસેવકોએ પોતાના પડતર પ્રશ્નો અને ન્યાયસંગત માંગણીઓના સમર્થનમાં કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામસેવકો દ્વારા સરકારનું ધ્યાન લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નો તરફ દોરવા માટે આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.

ગ્રામસેવકો ગામડાઓમાં સરકારની વિવિધ યોજનાઓનો અમલ, ખેડૂતો અને ગ્રામજનોને લગતી કામગીરી, વિકાસલક્ષી કામો સહિતની અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેમ છતાં તેમની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ વિરોધ દરમિયાન ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ફરજ બજાવતા ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની કામગીરી ચાલુ રાખીને શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામસેવકોનું કહેવું છે કે તેમની માંગણીઓ લાંબા સમયથી રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ ન આવતા આ પ્રતિકાત્મક વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

ગ્રામસેવકોએ જણાવ્યું હતું કે તેઓ સરકાર અને વહીવટી તંત્ર સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું ઇચ્છે છે. કર્મચારીઓની ન્યાયસંગત માંગણીઓ અંગે સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવે અને પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તેવી તેમની માંગ છે.

કાળી પટ્ટી ધારણ કરી કરાયેલા આ શાંતિપૂર્ણ વિરોધ દ્વારા ગ્રામસેવકોએ કોઈપણ પ્રકારની કામગીરીને અસર પહોંચાડ્યા વિના પોતાની લાગણી અને માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકાર દ્વારા આ પ્રશ્નો અંગે કયા પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામસેવકોની નજર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande