સુરતમાં ગણેશોત્સવનો નવો રંગ: યુવાનો માટે ભજન ક્લબિંગ, 22 ફૂટની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનશે આકર્ષણ
સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતમાં આ વર્ષે ગુજરાતના સૌથી મોટા ગણેશોત્સવ પૈકીના એકનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા બાલર ફાર્મ ખાતે આશરે 3.60 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 11 દિવસ સુધી ગણેશોત્સવનું આયોજન કરવામાં
लोकमान्य तिलक गणेश उत्सव मंडल की ओर से बालर फार्म में करीब 3.60 लाख वर्गफीट क्षेत्रफल में 11 दिवसीय भव्य गणेशोत्सव की तैयारी की तस्वीर


સુરત, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતમાં આ વર્ષે ગુજરાતના સૌથી મોટા ગણેશોત્સવ પૈકીના એકનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા બાલર ફાર્મ ખાતે આશરે 3.60 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં 11 દિવસ સુધી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન પાછળ 6 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ વખતે ગણેશોત્સવમાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળશે. ખાસ કરીને Gen-Z યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને ભક્તિ સાથે જોડવા માટે ભજન ક્લબિંગ અને જામિંગ જેવા નવા પ્રયોગો કરવામાં આવશે. પરિવાર સાથે યુવાનો પણ ઉત્સવમાં જોડાય તે માટે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજનનું મુખ્ય આકર્ષણ ટિશ્યુ પેપરથી તૈયાર કરવામાં આવેલી 22 ફૂટ ઊંચી ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા રહેશે. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ પ્રતિમાને રોયલ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે. બાપ્પાની પ્રતિમાને અંદાજે 50 લાખ રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવશે.

પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશ પ્રતિમાનું વિસર્જન નદી કે દરિયામાં કરવામાં આવશે નહીં. તેના બદલે બાલર ફાર્મના પંડાલ ગ્રાઉન્ડમાં જ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશે.પ્રથમ વખત મહિલા નેતૃત્વમાં ગણેશોત્સવ

આ ગણેશોત્સવની વધુ એક ખાસિયત એ છે કે ગુજરાતમાં પ્રથમ વખત કોઈ ગણેશોત્સવ મંડળનું નેતૃત્વ મહિલા કરી રહી છે. મંડળનાં અધ્યક્ષ પૂજા પટેલના નેતૃત્વ હેઠળ 11 દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

પૂજા પટેલે જણાવ્યું કે મહિલાઓ પણ આટલા મોટા આયોજનનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી શકે છે અને મહિલાઓની ક્ષમતાને આગળ લાવવાના હેતુથી આ જવાબદારી સ્વીકારવામાં આવી છે.આયોજકોના જણાવ્યા મુજબ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન અંદાજે 10 લાખ શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શન માટે આવી શકે છે. આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ અને ભીડ વ્યવસ્થાપન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આટલા મોટા આયોજનમાં સંભવિત અકસ્માત કે અણધારી ઘટનાઓ સામે સુરક્ષા મેળવવા માટે મંડળ દ્વારા 100થી 110 કરોડ રૂપિયા સુધીનું વીમા કવચ લેવામાં આવ્યું છે. ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ નિગ્રેશ માધવાણીના જણાવ્યા મુજબ, કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો આયોજકો પર કાયદાકીય અથવા આર્થિક ભાર ન પડે તે માટે રિસ્ક કવર લેવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande