સફાઈ મિત્રોના કલ્યાણ અને સુરક્ષા માટે કેન્દ્રનું મોટું પગલું, 87 હજારથી વધુને પીપીઈ કીટ મળી
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ કરતા શ્રમિકો તથા કચરો વીણનારાઓ (વેસ્ટ પીકર્સ)ની સુરક્ષા, કલ્યાણ અને ગરિમા સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં 87,037 સીવર અને સેપ્ટિક ટે
સફાઈ મિત્રોના કલ્યાણ અને સુરક્ષા માટે કેન્દ્રનું મોટું પગલું, 87 હજારથી વધુને પીપીઈ કીટ મળી


નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ કરતા શ્રમિકો તથા કચરો વીણનારાઓ (વેસ્ટ પીકર્સ)ની સુરક્ષા, કલ્યાણ અને ગરિમા સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં 87,037 સીવર અને સેપ્ટિક ટેન્ક સફાઈ કર્મચારીઓને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઈ) કીટ ઉપલબ્ધ કરાવી છે. આ સાથે, સફાઈ કાર્યોના યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્વચ્છતા વાહનોની ખરીદી માટે 34.17 કરોડ રૂપિયાની મૂડીગત સબસિડી જારી કરવામાં આવી છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સચિવ સુધાંશ પંતે રવિવારે જણાવ્યું કે, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 90,942 સીવર અને સેપ્ટિક ટેન્ક શ્રમિકોની પ્રોફાઇલિંગ કરવામાં આવી છે, જેમાંથી 89,248 શ્રમિકોનું સત્યાપન પૂર્ણ થઈ ગયું છે. આમાંથી 87,037 કામદારોને પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે 76,247 શ્રમિકોને વિવિધ આરોગ્ય વીમા યોજનાઓના દાયરામાં લાવવામાં આવ્યા છે, જેથી તેમને સુરક્ષિત કાર્ય વાતાવરણ અને આરોગ્ય સુરક્ષાનો લાભ મળી શકે.

પંતે કહ્યું કે, સીવર અને સેપ્ટિક ટેન્કની જોખમી મેન્યુઅલ સફાઈને સમાપ્ત કરવા અને યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવા માટે સરકાર સફાઈ મિત્રોને વાહન ખરીદવામાં નાણાકીય સહાય આપી રહી છે. આ અંતર્ગત 364 સ્વચ્છતા વાહનોની ખરીદી માટે 983 સફાઈ કર્મચારીઓને 34.17 કરોડ રૂપિયાની અગ્રિમ મૂડીગત સબસિડી (કેપિટલ સબસિડી) જારી કરવામાં આવી છે. આ નાણાકીય સહાય માત્ર શ્રમિકોને મશીન આધારિત સ્વચ્છતા કાર્યોમાં સક્ષમ બનાવતી નથી, પરંતુ તેમના માટે સન્માનજનક આજીવિકાની નવી તકો પણ ઊભી કરે છે.

તેમણે કહ્યું કે, સુરક્ષા માળખાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી મોટા નગર નિગમો અને જિલ્લાઓમાં સ્થાપિત ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ (ઈઆરએસયુ) ને 753 અત્યાધુનિક સુરક્ષા ઉપકરણો મોકલવામાં આવ્યા છે. નાણાકીય અને કલ્યાણકારી સહાયની સાથે સાથે સીવર અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈની રોકથામ માટે દેશભરમાં 1,562 વર્કશોપ અને જાગૃતિ શિબિરો પણ આયોજિત કરવામાં આવ્યા છે.

પંતે કહ્યું કે, જૂન 2024 માં આ યોજનાનો વ્યાપ વધારતા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ઘન કચરા વ્યવસ્થાપનમાં રોકાયેલા કચરો વીણનારાઓ (વેસ્ટ પીકર્સ) ને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ વિસ્તરણ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,78,547 કચરો વીણનારાઓની પ્રોફાઇલિંગ કરવામાં આવી છે, જેમાંથી 2,52,163 નું ઇ-કેવાયસી દ્વારા સત્યાપન થઈ ગયું છે.

તેમણે કહ્યું કે, આમાંથી લગભગ 1,31,864 કચરો વીણનારાઓને પીપીઈ કીટ પ્રદાન કરવામાં આવી છે, જ્યારે 1,24,835 શ્રમિકોનો ડેટા આયુષ્માન કાર્ડ બનાવવા માટે પ્રક્રિયા હેઠળ છે. આ વ્યાપક પહેલોથી સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા શ્રમિકોની કાર્યસ્થળ સુરક્ષા મજબૂત થશે અને તેમના જીવનધોરણમાં સુધારો આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande