
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ખેતીવાડી સાથે સંકળાયેલા સામુદાયિક તહેવાર 'નુઆખાઈ'ના અવસરે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા.
રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, હું ખેતીવાડી સાથે સંકળાયેલા સામુદાયિક તહેવાર 'નુઆખાઈ'ના અવસરે દેશવાસીઓ અને ઓડિશાના લોકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. નુઆખાઈ માત્ર એક પરંપરાગત તહેવાર જ નથી, તે સામુદાયિક ભોજન અને મિત્રો સાથેના સામાજિક અને પારિવારિક આત્મીય મિલનનું પ્રતીક પણ છે. મારું માનવું છે કે, આ તહેવારથી પરસ્પર સદ્ભાવ અને ભાઈચારો વધુ મજબૂત બનશે. આ અવસરે સૌના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરું છું.
ઉલ્લેખનીય છે કે, નુઆખાઈ ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવતો એક મુખ્ય કૃષિ અને સામુદાયિક તહેવાર છે, જે નવા પાક (ખાસ કરીને નવા ચોખા) ના સ્વાગત અને ઈશ્વર પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ