ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ, જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે
18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ કેમ્પનું થાશે આયોજન નવા પગલાં,નવી ઉડાનના સંકલ્પ સાથે કેમ્પમાં દિવ્યાંગોનું 3D પ્રિન્ટેડ હાઈ-ટેક કૃત્રિમ હાથ અને પગનું સ્કેનિંગ થાશે કૃત્રિમ હાથ અને પગ, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જ
ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે


ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે


ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે


ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે


ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગો માટે આશાનું નવું કિરણ જરૂરી સાધનો થકી હાલતા ચાલતા થશે


18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ કેમ્પનું થાશે આયોજન

નવા પગલાં,નવી ઉડાનના સંકલ્પ સાથે કેમ્પમાં દિવ્યાંગોનું 3D પ્રિન્ટેડ હાઈ-ટેક કૃત્રિમ હાથ અને પગનું સ્કેનિંગ થાશે

કૃત્રિમ હાથ અને પગ, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર જેવી સહાયક સાધન-સહાય

ભરૂચ 16 સપ્ટેમ્બર (હિ.સ.)

શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, એલિમ્કો અને સ્વામિનારાયણ ગોકુળધામ, નારના સંયુક્ત ઉપક્રમે ‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ અભિયાન અંતર્ગત ભરૂચ ડાંડિયા બઝાર વડતાલ તાબાના શ્રી સ્વામીનારાયણ મંદિરે 18-19 સપ્ટેમ્બરે નિઃશુલ્ક હાઈ-ટેક પ્રોસ્થેટિક અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અકસ્માત કે અન્ય કારણોસર હાથ-પગ ગુમાવી ચૂકેલા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ભરૂચમાં આશાનું નવું કિરણ બની શકે તેવા વિશેષ હાઈ-ટેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નવા પગલાં, નવી ઉડાન’ના સંકલ્પ સાથે 18 અને 19 સપ્ટેમ્બર, 2026ના રોજ ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે નિઃશુલ્ક પ્રોસ્થેટિક લિમ્બ્સ તથા એસેસમેન્ટ કેમ્પ યોજાશે.

કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે 3D પ્રિન્ટેડ હાઈ-ટેક કૃત્રિમ હાથ અને પગ ઉપરાંત મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર જેવી સહાયક સાધન-સહાય માટે એસેસમેન્ટ કરવામાં આવશે.આ પ્રકારે વડતાલ સ્વામિનારાયણ મંદિર તાબા હેઠળના 13 મંદિરોમાં એક સાથે દિવ્યાંગો માટેના કેમ્પ યોજાશે.

આ કેમ્પ ખાસ કરીને એવા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે મહત્વપૂર્ણ છે, જેમણે અકસ્માત કે અન્ય કારણોસર પોતાના હાથ અથવા પગ ગુમાવ્યા હોય. આધુનિક ટેક્નોલોજી આધારિત સહાયક સાધનોના માધ્યમથી તેમને રોજિંદા જીવનમાં વધુ આત્મનિર્ભર બનવામાં મદદ મળી શકે છે.ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં મળી 100 ઉપરાંત દિવ્યાંગ કે જેને હજુ લાભ નથી મળ્યો તેનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે હજુ આ આંકડો 200 ને પાર પહોંચશે.

આ સમગ્ર આયોજનનો હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે. આયોજકો દ્વારા ભરૂચ તથા આસપાસના વિસ્તારોના વધુમાં વધુ દિવ્યાંગ લાભાર્થીઓ સુધી આ માહિતી પહોંચે અને તેઓ કેમ્પનો લાભ લે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પુરુષોત્તમ ચરણદાસજી પાટિલ કોઠારી સ્વામી,ચંદ્રપ્રસાદ સ્વામી શાસ્ત્રી,ટ્રસ્ટી હેતલ પટેલ, અક્ષય પટેલ, હાર્દિક સોની સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અથવા UDID કાર્ડ, આધારકાર્ડની ઝેરોક્ષ, આવકનો દાખલો તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે લાવવાનો રહેશે. કેમ્પ અંગે વધુ માહિતી તથા નોંધણી માટે 9638736174 અને 9875013038 નંબર પર સંપર્ક કરી શકાશે.

દિવ્યાંગ ભાઈ-બહેનો માટે યોજાઈ રહેલા આ નિઃશુલ્ક કેમ્પની માહિતી જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે તો અનેક પરિવારો માટે આ પહેલ ઉપયોગી સાબિત થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande