રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ, જાણો ડેમ અને જળાશયોની સ્થિતિ
અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી માટ
Sardar Sarovar (Narmada Dam)


અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.

પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. હાલમાં સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર એરિયા સક્રિય છે.

આ ઉપરાંત, ઉત્તર થાઈલેન્ડ પર બનેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન 18 સપ્ટેમ્બરે ઉત્તર અંદમાન સમુદ્ર તરફ આગળ વધશે, જેના પ્રભાવથી 19 સપ્ટેમ્બરની સાંજે ત્યાં નવું લો પ્રેશર સર્જાવાની શક્યતા છેચોમાસાની વાત કરીએ તો 1 જૂનથી લઈને આજે 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 612 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 670 મિલીમીટર હોવો જોઈતો હતો. એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજનમાં 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં 898.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 876 મિલીમીટર કરતાં 3% વધુ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં 385.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 505.5 મિલીમીટર કરતાં 24% ઓછો છે.

સરદાર સરોવર (નર્મદા ડેમ)માં હાલ 3,20,544 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 95.95% જેટલો છે. તે સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 69.37% પાણી ઉપલબ્ધ છે.

રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 26 ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયા છે, 37 ડેમ 70%થી 100% વચ્ચે, 28 ડેમ 50%થી 70% વચ્ચે, 41 ડેમ 25%થી 50% વચ્ચે અને 74 ડેમ 25%થી ઓછા ભરાયેલા છે. આ સ્થિતિને પગલે રાજ્યના 40 ડેમને હાઈ એલર્ટ, 13 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિગ હેઠળ મૂકવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande