વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા કાર્યની ઉજવણી અંતર્ગત, જૂનાગઢ જિલ્લાભરમાં તા.૧૭મી સપ્ટેમ્બરે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થનાર છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા કાર્યની ઉજવણી અંતર્ગત, જૂનાગઢ જિલ્લાભરમાં તા.૧૭મી સપ્ટેમ્બરે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ યોજાશે


જૂનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થનાર છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો શહેરી વિસ્તારનો કાર્યક્રમ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પરબધામ, મુ. પરબ વાવડી, તા. ભેસાણ, જિ. જૂનાગઢ ખાતે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે યોજાશે.

જિલ્લાના દરેક તાલુકા તથા ગામ દીઠ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક મંદિરોમાં દીપ પ્રાગટ્ય ઉપરાંત ગામના મંદિરો, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓના ઘર તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નવીન બનેલી ગ્રામ પંચાયત ખાતે પણ દીવા પ્રજ્વલિત કરવામાં આવશે.

‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, સ્વયંસેવકો તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સહિતના નાગરિકો સહભાગી બની દીવો પ્રજ્વલિત કરશે. વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના જનસેવા કાર્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા સાથે સેવા, સમર્પણ અને જનભાગીદારીનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande