
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.) દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકા ખાતે પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ શ્રમદાન કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરોએ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો દ્રઢ સંદેશ આપ્યો હતો.
તમામ અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ સાથે મળીને શ્રમદાન કરી વડાપ્રધાનના 'સબકા સાથ, સબકા વિકાસ' અને 'સ્વચ્છ ભારત'ના સંકલ્પને સાકાર કરવા સક્રિય યોગદાન આપ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં ઓલપાડ તા.પં. પ્રમુખ પિયુષ પટેલ તથા સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, જિલ્લા પં. અને તા. પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશનનો સ્ટાફ તથા તાલુકા વહીવટી તંત્રનો તમામ સ્ટાફ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે