જુનાગઢ વિસાવદર તાલુકાના લેરીયા ગામે ત્રિદિવસિય મહોત્સવ
જુનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.) વિસાવદર તાલુકાના લેરીયા ગામે ત્રિદિવસિય મહોત્સવ નુતન રામનાથ મહાદેવ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ મંદિરનો આગામી શનિ રવિ સોમ તારીખ 19, 20, 21 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવશે વિસાવદર તાલુકાના લેરીયા ગામે આગામી તારીખ
લેરીયા ગામે ત્રિદિવસિય મહોત્સવ


જુનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.)

વિસાવદર તાલુકાના લેરીયા ગામે ત્રિદિવસિય મહોત્સવ નુતન રામનાથ મહાદેવ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ મંદિરનો આગામી શનિ રવિ સોમ તારીખ 19, 20, 21 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવશે વિસાવદર તાલુકાના લેરીયા ગામે આગામી તારીખ 19 20 21 ને શનિ-રવિ સોમ ના શુભ દિવસે લેરીયા ગામ સમસ્ત અને દાતાશ્રીઓના સહયોગથી બનેલા નૂતન રામનાથ મહાદેવ મંદિર અને ગાયત્રી પ્રજ્ઞા પીઠ નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ છે જેમાં સંતો મહંતો આમંત્રીતો દાતાશ્રીઓ અને ભક્તજનોને કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ છે તારીખ 19 થી 21 સપ્ટેમ્બર ના ત્રણ દિવસસિય યજ્ઞનું આયોજન તેમજ તારીખ 20 અને રવિવારના રોજ સંતોના સામૈયા નગર યાત્રા તેમજ ગામ ધુવાડા બંધ જમણવાર અને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે દરરોજ મહેમાનો માટે તેમજ બટુક ભોજન અને ભોજન પ્રસાદનું આયોજન થયેલ છે દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલ છે તો ઉપરોક્ત કાર્યક્રમમાં સૌને જોડાવા મંદિર સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande