અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન
- સ્ટાફની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરાઈ - લોકોને ઝડપી અને યોગ્ય પોલીસ સેવા પહોંચાડવી આપણી પ્રાથમિક ફરજ રેન્જ આઈજી સંદીપ સિંઘ - પડતર અરજીઓ અને ક્રાઈમ રજિસ્ટરનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કામગીરી પારદર્શક બનાવવા માર્ગદર્શન ભરૂચ, 18 સપ્
અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન


અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન


અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન


અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈજીનું વાર્ષિક ઈન્સ્પેક્શન


- સ્ટાફની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

- લોકોને ઝડપી અને યોગ્ય પોલીસ સેવા પહોંચાડવી આપણી પ્રાથમિક ફરજ રેન્જ આઈજી સંદીપ સિંઘ - પડતર અરજીઓ અને ક્રાઈમ રજિસ્ટરનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કામગીરી પારદર્શક બનાવવા માર્ગદર્શન

ભરૂચ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈ.જી. સંદીપ સિંઘ દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા પડતર અરજીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમણે પોલીસ કર્મચારીઓને પ્રજાભિમુખ, સુઘડ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વડોદરા રેન્જ આઈ.જી. સંદીપ સિંઘ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકની વાર્ષિક નિરીક્ષણ કામગીરી હાથ ધરી હતી. મથક ખાતે આગમન પર પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા રેન્જ આઈ.જી ને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું.

તાલુકા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈ.જી. સંદીપ સિંઘે સમગ્ર સ્ટાફની કામગીરી ચકાસી હતી. આ નિરીક્ષણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, પડતર અરજીઓ તેમજ ક્રાઈમ રજિસ્ટરની સ્થિતિનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

કામગીરીને વધુ સુઘડ અને પારદર્શક બનાવવા અંગે જરૂરી સૂચનાઓ આપતા રેન્જ આઈ.જી. સંદીપ સિંઘે જણાવ્યું હતું કે સામાન્ય લોકો સુધી ઝડપી, ન્યાયી અને યોગ્ય પોલીસ સેવાઓ પહોંચાડવીએ પોલીસ વિભાગની મુખ્ય અને પ્રાથમિક જવાબદારી છે.

આ વાર્ષિક ઇન્સ્પેક્શન વેળાએ ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી ડો. કુશલ ઓઝા, તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande