ભરૂચ એલસીબીએ પાલેજ હાઇવે પરથી 19.28 લાખના મુદ્દામાલ સાથે દારૂથી ભરેલી ટ્રક ઝડપી
- બંધ પેટ્રોલ પંપમાં પાર્ક ટ્રકમાંથી 7.08 લાખના બીયરના જથ્થા સાથે હિમાચલના બુટલેગરને જેલભેગો કર્યો - પાલેજ પાસે 4,920 બીયરના ટીન સાથે ટ્રક કબ્જે કરી હિમાચલ પ્રદેશથી લાવવામાં આવ્યો હતો જથ્થો ભરૂચ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લામાં પ્રોહિબિ
ભરૂચ એલસીબીએ પાલેજ હાઇવે પરથી 19.28 લાખના મુદ્દામાલ સાથે દારૂથી ભરેલી ટ્રક ઝડપી


ભરૂચ એલસીબીએ પાલેજ હાઇવે પરથી 19.28 લાખના મુદ્દામાલ સાથે દારૂથી ભરેલી ટ્રક ઝડપી


ભરૂચ એલસીબીએ પાલેજ હાઇવે પરથી 19.28 લાખના મુદ્દામાલ સાથે દારૂથી ભરેલી ટ્રક ઝડપી


- બંધ પેટ્રોલ પંપમાં પાર્ક ટ્રકમાંથી 7.08 લાખના બીયરના જથ્થા સાથે હિમાચલના બુટલેગરને જેલભેગો કર્યો

- પાલેજ પાસે 4,920 બીયરના ટીન સાથે ટ્રક કબ્જે કરી હિમાચલ પ્રદેશથી લાવવામાં આવ્યો હતો જથ્થો

ભરૂચ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકાબંધી અને કડક કાર્યવાહી કરવાના આદેશને લઈને ભરૂચ એલસીબીની ટીમે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વહન કરાતો મોટો બીયરનો જથ્થો પકડી પાડ્યો છે. બંધ પડેલા ભારત પેટ્રોલિયમ પંપ પાછળ અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલી ટ્રકમાંથી 7.08 લાખની કિંમતના 4,920 બીયરના ટીન કબ્જે કરી, કુલ 19.28 લાખના મુદ્દામાલ સાથે હિમાચલ પ્રદેશના એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

પાલેજ નજીક બંધ પેટ્રોલ પંપ પાછળથી શંકાસ્પદ ટ્રક ઝડપાઈ.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. શિયાળીયા અને તેમની ટીમ ભરૂચ ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર વોચ રાખી પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર પાલેજથી ભરૂચ જવાના રસ્તા પર આવેલ બ્રિજ પૂરો થતાં ડાબી બાજુ બંધ હાલતમાં આવેલ ભારત પેટ્રોલિયમ પંપની અવાવરૂ જગ્યામાં એક શંકાસ્પદ ટ્રક પાર્ક કરેલી છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા ટ્રક નંબર HP 93 8530 માંથી ભારતીય બનાવટના ટીન બીયરના કુલ 205 બોક્સ મળી આવ્યા હતા, જેમાં 4,920 ટીન બીયર કિંમત 7.08 લાખના ભરેલા હતા. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પકડાયેલ બુટલેગર હેમચંદ શ્યામલાલ કૌશલ રહે. ધનુધાર, નિરમંડ, જી. કુલ્લુ, હિમાચલ પ્રદેશ .પાલેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી જયેશભાઈ, એ.હે.કો. વિશાલભાઈ, તગ્દીરસિંહ, હે.કો. ગુલાબભાઈ તેમજ પો.કો. વિજયભાઈ અને ઈઝહાર નુરમહમંદખાનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande