ભાવનગરના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં છૂટો છવાયો વરસાદ શરૂ
ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ગામ તથા આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
વરસાદ


ભાવનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ગામ તથા આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

વાવડી ગામમાં વરસાદ શરૂ થતાં રસ્તાઓ તથા ખુલ્લા વિસ્તારોમાં પાણીના છાંટા જોવા મળ્યા હતા. જોકે વરસાદનું પ્રમાણ હાલ છૂટુંછવાયું હોવાથી ક્યાંક હળવા તો ક્યાંક થોડા સમય માટે વધુ ઝાપટાં પડ્યાં હોવાનું જાણવા મળે છે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ખેડૂતોએ વાવેતર કરેલ પાકોને હવે જરૂરિયાત પાણીની ઊભી થઈ છે અને તે સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande